Mukhya Samachar
Tech

Google થયું કોપાયમાન! જાણો પ્લે સ્ટોર પરની એપ્સ હટાવવા પાછળનું કારણ 

Google is angry! Find out the reason behind removing apps from Play Store
  • Google હટાવવા જઇ રહ્યું છે 9 લાખ એપ્સ
  • જો તમે ઈન્સ્ટોલ કરી હોય તો થઇ જાઓ એલર્ટ
  • કંપનીએ યુઝર્સની સુરક્ષા માટે ઉઠાવ્યો નિર્ણય

ગુગલ પ્લે સ્ટોર પરથી લગભગ નવ લાખ એવી એપને હટાવવાની તૈયારી કરી રહ્યું છે, જેણે અપડેટ જાહેર કર્યુ નથી. એન્ડ્રોઈડ ઑથોરિટી મુજબ આમ કરવાથી ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્સની સંખ્યા એક તૃતિયાંશ ઓછી થઇ જશે. તેથી પહેલા એપલે પણ પોતાના પ્લે સ્ટોર પરથી આવી એપને હટાવવાનો નિર્ણય લીધો હતો. જેણે છેલ્લાં બે વર્ષથી કોઈ અપડેટ જાહેર કર્યુ નથી. એપલે આ બધા એપ નિર્માતાઓને ઈ-મેલ મોકલીને તેની સુચના પણ આપી હતી.

Google is angry! Find out the reason behind removing apps from Play Store

સીનેટ મુજબ, ગુગલ અને એપલ તેના યુઝર્સની સુરક્ષા માટે આ પગલું ઉઠાવી રહી છે. ગુગલ આવી એપ્સને તેના પ્લેસ્ટોર પરથી હાઈડ કરી દેશે. જેને અપડેટ જાહેર કરી નથી. આવુ કરવાથી યુઝર્સ તેને ડાઉનલોડ કરી શકશે નહીં. રિપોર્ટ મુજબ જૂની એપ સુરક્ષાને વધારવા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસમાં આવેલ ફેરફાર, નવા એપીઆઈ અને નવી મેથડ્સનો લાભ ઉઠાવતા નથી. જેના કારણે જૂની એપ સુરક્ષાની દ્રષ્ટિએ નબળી છે, જ્યારે નવી એપમાં આ કમી થતી નથી.

Related posts

આ વર્ષના અંત સુધીમાં ચાલુ થઇ જશે ઈ-પાસપોર્ટ સેવા

Mukhya Samachar

હવે સ્માર્ટફોનની મદદથી વાંચી શકશો ડોક્ટરના ખરાબ હસ્તાક્ષર વાળું પ્રિસ્ક્રિપ્શન, ગૂગલ લાવી રહ્યું છે આ ફીચર

Mukhya Samachar

કપડાના કાન જે સાંભળે છે દિલની ધડકન! જાણો આવું કેવી રીતે થાય છે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy