Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં આજે સરકારી કર્મચારીઓ પેનડાઉન કરશે! 27મી તારીખથી હડતાળ પર ઉતરશે

Government employees will pen down in Gujarat today! Will go on strike from 27th

ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનોનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને સફળતા મળી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ સૈનિકો, એસ.ટી વિભાગ, વનરક્ષક બાદ આશા વર્કર મહિલાઓનું વધુ આંદોલન સમેટાયું છે. ઉપરાંત વિધાનસભાના ટૂંકા સત્રના પ્રથમ દિવસે જ ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યું છે. જેના કારણે માલધારી સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે હવે ટીમ OPSએ સરકાર સામે બાંયો ચઢાવી છે.

જૂની પેન્શન યોજના અને ગ્રેડ-પે મુદ્દે આંદોલન યથાવત છે. ત્યારે ટીમ ઓપીએસ દ્વારા પેન ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓ પેનડાઉન કરીને આજે કામ નહીં કરે. આ ઉપરાત ટીમ ઓપીએસ દ્વારા 27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ટીમ ઓપીએસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર અમારી માંગ નહીં સંતોષે તો તમામ કર્મચારીઓ 27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

Government employees will pen down in Gujarat today! Will go on strike from 27th

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સંકલિત રાજ્યમાં કાર્યરત તમામ NPS ધારકોને આવરી લેતાં મંચ ટીમ ઓપીએસ દ્વારા પેન દ્વારા પેન ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તેમની માંગ છે કે NPSની સાપેક્ષ OPS પુનઃ લાગુ કરવામાં આવે.

એક દિવસમાં 4 આંદોલનનો અંત સુખદ અંત આવ્યો છે. જીતુ વાઘાણીએ આશા વર્કર મહિલાઓને લઈને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યમાં 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓનું કામ વખાણવા લાયક છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર આશાવર્કરો માટે અનેક નિર્ણય પહેલા લીધા છે તેમજ હાલમાં લઈ રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો સાથે ચર્ચા પણ કરી છે. આશા વર્કર બહેનોની હિતને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સકારત્મક ચર્ચા આશા વર્કર મહિલાઓની મોટી માંગો સરકારે તેમના કામકાજને જોતાં ગ્રાહ્ય રાખી છે. જેથી અલગ અલગ કાર્યકમો આપ્યા તે પણ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

Related posts

GST કરદાતાઓ માટે રાહત! રિટર્ન ભરવામાં ભૂલ હશે તો પણ ક્રેડિટ બ્લૉક નહીં થાય

Mukhya Samachar

અચાનક જ અડધી રાતે આખા અમદાવાદને લોક કરી દેવામાં આવ્યું! જાણો પોલીસે પકડેલ કારમાં કોણ હતા એ શકમંદો?

Mukhya Samachar

દેશમાં પેટ્રોલ-ડિઝલની અછત? અનેક રાજ્યમાં માંગ કરતા આવી રહ્યું છે ઓછું પેટ્રોલ! પંપો પર લાગી લાઈનો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy