Mukhya Samachar
National

દુશ્મનો થરથર કાપશે! સરકારે સેના માટે 28,732 કરોડના શસ્ત્રો ખરીદવાની આપી મંજૂરી

govt-approves-purchase-of-weapons-worth-28732-crores-for-army
  • ઈન્ડીયન નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સની મંજૂરી આપી છે
  • ઓટોનોમસ સર્વેલન્સ અને આર્મ્ડ ડ્રોન સ્વાર્મ્સ ખરીદવાની મંજૂરી આપી
  • ત્રણેય સેના માટે બુલેટપ્રૂફ જેકેટ, આર્મ્ડ સ્વાર્મ ડ્રોન, કાર્બાઈન્સ સહિતના હથિયારો ખરીદવામાં આવશે

પોતાના પ્રાણના ભોગે સરહદની રક્ષા કરતા દેશના જવાનો વધારે સુરક્ષિત બને તે માટે સરકારે તેમને માટે નવા હથિયારો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. કેટલાક એવા હથિયારો છે કે જેનાથી દુશ્મનો નજર ઉઠાવીને પણ જોઈ નહીં શકે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં મળેલી ડિફેન્સ એક્વીઝેશન કાઉન્સિલની બેઠકમાં ભારતની ત્રણેય પાંખ માટે 28,732 કરોડના ખર્ચે શસ્ત્ર ખરીદીની મંજૂરી આપી દીધી છે.

govt-approves-purchase-of-weapons-worth-28732-crores-for-army

સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતાવાળી કાઉન્સિલે ઈન્ડીયન નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સની મંજૂરી આપી છે. આનાથી નેવી દરિયાકિનારે વધારે સારી રીતે સુરક્ષા કરી શકશે. કાઉન્સિલે નેવીની એપગ્રેડેડ 1250KW ક્ષમતાવાળા મરિન ગેસ ટર્બાઈન જનરેટરની પણ મંજૂરી આપી દીધી છે.

ડિફેન્સ કાઉન્સિલે ઈન્ડીયન આર્મી માટે ઓટોનોમસ સર્વેલન્સ અને આર્મ્ડ ડ્રોન સ્વાર્મ્સ ખરીદવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત સશસ્ત્ર દળોને 4 લાખ ક્લોઝ ક્વાર્ટર બેટર કાર્બાઈન્સથી પણ સજ્જ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 28,000 કરોડના ખર્ચે ત્રણેય સેના માટે બુલેટપ્રૂફ જેકેટ, આર્મ્ડ સ્વાર્મ ડ્રોન, કાર્બાઈન્સ સહિતના હથિયારો ખરીદવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદે અંકૂશરેખાએ આતંકવાદ વિરોધી અભિયાનમાં ભારતીય સેનાના જવાનોને દુશ્મનોના સ્નાઈપર્સ હુમલાથી બચવાની મદદ મળશે.

28,732 કરોડના ખર્ચે સેના માટે કયા કયા હથિયારો ખરીદાશે

બુલેટપ્રૂફ જેકેટ
આર્મ્ડ સ્વાર્મ ડ્રોન
કાર્બાઈન્સ
નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ
મરીન ગેસ ટર્બાઈન જનરેટર
નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સની મંજૂરી

નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ ખરીદાશે

Related posts

ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરે નિધન

Mukhya Samachar

જલ્દી ચેક કરો લીસ્ટમાં તમારું નામ તો નથીને! જાણો સરકારની કઈ યોજનના લાભાર્થીનું લિસ્ટ પડ્યું બહાર

Mukhya Samachar

ફરી કોરોનાની રોકેટ ગતિ! છેલ્લા 4 મહિનાના સૌથી વધારે કોરોનાના 17 હજાર કેસ નોંધાયા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy