Mukhya Samachar
Gujarat

ગુજરાત બજેટ: નવા બજેટમાં જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓનો સમાવેશ

Gujarat Budget 2022
 • આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓનો બજેટમાં સમાવેશ
 • ૯૦ ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઈ
 • પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોની સારવાર માટે જોગવાઈ
 • બાલ-અમૃત પોષણ યોજના હેઠળ જોગવાઇ ૨૦ કરોડ

આજરોજ ગુજરાતનું વર્ષ 2022-23નું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ `૧૨,૨૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.

Gujarat Budget 2022
Gujarat Budget: The new budget includes public health, family welfare and medical services
જાહેર આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓ
 • કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા જોગવાઇ `૪૫ કરોડ.
 • કિશોરીઓમાં આયર્ન તત્ત્વની ઊણપના કારણે એનીમીયાનું પ્રમાણ જોવા મળે છે. આવનાર સમયમાં માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીઓમાં હિમોગ્લોબીનનું મોનીટરીંગ કરવા તેમજ આયર્ન તત્ત્વની ઊણપ દૂર કરવા તેમને આયર્ન સુક્રોઝના ઇન્‍જેકશન આપવાની યોજનામાં સમાવેશ કરવા માટે જોગવાઇ `૫ કરોડ.
 • બાળકોને સઘન પોષણ આપવા બાલ-અમૃત પોષણ યોજના હેઠળ જોગવાઇ ૨૦ કરોડ.
 • નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા ૯૦ ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઈ `૫ કરોડ.
 • સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે જોગવાઈ `૧૫૦ કરોડ.
 • શહેરી ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ વધારે સુદૃઢ કરવા સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરવામાં આવેલ છે. આ વિસ્તારોમાં
 • વાપીમાં ૧૦૦ બેડની નવી સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે.
 • ઊંઝા સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે.
 • એમ્‍બ્‍યુલન્‍સ સેવાઓનો વ્યાપ વધારવા નવી ૧૦૦ એમ્‍બ્‍યુલન્‍સ વાન અને ૧૦ મોબાઇલ સંજીવની વાન પૂરી પાડવા માટે જોગવાઇ `૨૨ કરોડ.
Gujarat Budget 2022
Gujarat Budget: The new budget includes public health, family welfare and medical services
તબીબી શિક્ષણ અને સંશોધન
 • તબીબી શિક્ષણનો વ્યાપ વધારી વધુ ડોકટર્સ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં ૩૧ મેડીકલ કોલેજ કાર્યરત છે. જેમાં ૫૭૦૦ એમ.બી.બી.એસ.ની અને ૨૦૦૦ પી.જી.ની સીટો ઉપલબ્ધ છે. હાલ બીજી ૫ મેડીકલ કોલેજો શરૂ કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બોટાદ, જામખંભાળીયા અને વેરાવળ ખાતે નવી મેડીકલ કોલેજો શરૂ કરવામાં આવશે.
 • નાગરિકોને ઉચ્ચકક્ષાની આરોગ્યલક્ષી સેવાઓ આપવાના માસ્ટરપ્લાન પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગરની સરકારી મેડીકલ કોલેજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ આધુનિકીકરણ માટે જોગવાઇ ૧૦૬ કરોડ.
 • દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે એસ.એસ.જી. હોસ્પિટલનું આધુનિકીકરણ કરી તેમાં સ્પાઇન, કીડની અને આંખોના રોગોની ઘનિષ્ઠ સારવાર માટે `૨૦૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ `૩૦ કરોડ.
 • દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્‍ડ, વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કૅથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે `૧૫૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ `૨૩ કરોડ.
 • સિવિલ હોસ્પિટલ,અમદાવાદમાં ૯૦૦ બેડની સુવિધા સાથે નવીનીકરણ માટે `૪૫૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ `૬૮ કરોડ.
 • સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઓપીડી બિલ્ડીંગ તેમજ હયાત સુવિધાઓનાં વિસ્તૃતિકરણ માટે `૧૫૦ કરોડનાં આયોજન પૈકી જોગવાઇ `૨૩ કરોડ.
 • પાંચ સામુહિક આરોગ્ય કેન્દ્રોને પેટા જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા `૧૦૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ `૧૦ કરોડ.
 • મેડિકલ કોલેજોનાં વિધાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે જોગવાઇ `૫૦ કરોડ.
 • પીડીયુ હોસ્પિટલ,રાજકોટ ખાતે પ૦૦ પથારીની ક્ષમતા ધરાવતી મેટરનિટી અને ચાઇલ્ડ હોસ્પિટલના બાંધકામ માટે જોગવાઇ `૧૪ કરોડ.
 • તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
આયુર્વેદ અને અન્ય સેવાઓ 
 • સુરેન્‍દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. જેના માટે જોગવાઇ ૧૨ કરોડ.
 • નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નવા મકાનનાં બાંધકામ માટે જોગવાઇ `૧ કરોડ.
 • કામદાર રાજ્ય વીમા યોજનાનાં દવાખાનાઓમાં નોંધાયેલ ન હોય તેવા લોકો પણ હવે આરોગ્ય સુવિધા સાથે સરકારી હોસ્પિટલના ધોરણે નિ:શુલ્ક દવાઓ મેળવી શકે તે માટે જોગવાઇ `૫ કરોડ.
 • ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીંગનો વ્યાપ વધારવા સુરત ખાતે નવી લેબોરેટરી સ્થાપવામાં આવશે. જે માટે જોગવાઇ `૩ કરોડ.

Related posts

ગુલ્લીબાજ શિક્ષકો સામે લાલઆંખ! 200 શિક્ષકોતો દોઢ માહિનામાં માત્ર 4 દિવસ જ રહ્યા હાજર

Mukhya Samachar

રાજકોટ રિવરફ્રન્ટ અને રામનાથ મંદિરના ડેવલપમેન્ટને CMએ સૌદ્ધાંતિક મંજૂરી આપી! પહેલા ફેઝમાં 187 કરોડ ફાળવશે

Mukhya Samachar

ઉપલેટાની બજારો બની સુમસાન: ગરમીને લઈ બજારોમાં ઊડે છે કાગડા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy