Mukhya Samachar
Gujarat

ગુજરાત થયું 5G સર્વિસથી સજ્જ: જાણો આજથી કેટલા જિલ્લાઓમાં થશે 5G સર્વિસ શરુ

Gujarat equipped with 5G service: Know how many districts will start 5G service from today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે આજથી ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ ટેક્નોલોજીથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.

જિયો TRU મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત બની ચૂક્યું છે. આજથી એટલે કે 25 નવેમ્બરથી ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં ગુજરાતના 33 જિલ્લામાં 100% વિસ્તારમાં #True-5G મેળવનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. Jio એજ્યુકેશન, હેલ્થકેર, એગ્રી, ઈન્ડસ્ટ્રી 4.0 અને IOT સેક્ટરમાં #True-5G સંચાલિત પહેલોની શ્રેણી શરૂ કરશે.

રિલાયન્સ માટે ગુજરાત ખાસ સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાતના 33 જિલ્લામાં 5જી સર્વિસ શરૂ થતાં ગ્રાહકોને મોટો ફાયદો મળનારો છે. જેમાં યૂઝર્સને ‘Jio વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે.

નવું શું હશે?

એવું નથી કે 5જી નેટવર્ક પર તમને ફક્ત ફાસ્ટ ઈન્ટરનેટ જ મળશે. આ તો સેવાનો માત્ર એક પહેલું છે. 5જી નેટવર્ક પર તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સારી ટેલિકોમ સર્વિસિસ અને કોલ કનેક્ટિવિટી મળશે. એટલે કે નવા નેટવર્ક પર હાઈ સ્પીડ ડેટા ઉપરાંત સારી કોલ અને કનેક્ટિવિટી મળશે. બધુ મળીને આ નેટવર્ક પર તમારો ટેલિકોમ એક્સપિરિયન્સ સારો હશે.

ગુજરાતના આ શહેરોમાં ઉપલબ્ધ

અગાઉ પીએમ મોદીએ પ્રગતિ મેદાનથી જે 8 શહેરોમાં 5જી સેવાની શરૂઆત કરાવી તેમાં અમદાવાદ, ગાંધીનગર અને જામનગર પણ સામેલ હતા. અમદાવાદના રોપડા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી ઉપરાંત રિલાયન્સ કંપનીના અધિકારીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ શહેરોમાં સૌથી પહેલા રોલાઆઉટ

ભારતમાં 5G રોલ આઉટના પહેલા તબક્કામાં જે શહેરોને સામેલ કરાયો હતો તેમાં અમદાવાદ, નવીદિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, બેંગલુરુ, ચંડીગઢ, ચેન્નાઈ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે શહેરો સામેલ હતા. આ શહેરોમાં રહેતા લોકોને 5જીના ફાયદા અનુભવવાની તક સૌથી પહેલા મળશે.

કોણ લઈ શકશે લાભ

5જી યૂઝ કરવા માટે તમારે નવા સિમ કાર્ડની હાલ જરૂર નહીં પડે. તમે તમારા જૂના સિમ પર જ નવી સેવા યૂઝ કરી શકશો. જો કે તે માટે તમારા ફોનમાં 5જી સપોર્ટ હોવો જરૂરી છે. 5જી સપોર્ટ ઉપરાંત તેમાં તે બેન્ડ્સ હોવા પણ જરૂરી છે જેના પર સર્વિસ ઉપલબ્ધ હશે. ભારતમાં લોન્ચ થયેલા અનેક મોબાઈલ 5જી સ્પેક્ટ્રમ હરાજી પહેલાના છે. આવામાં તમારે ચેક કરી લેવું જોઈએ કે તમારા ફોનમાં કયા કયા બેન્ડ્સ મળે છે અને તમારા ઓપરેટર કયા બેન્ડ્સ પર સર્વિસ પ્રોવાઈડ કરશે.

Related posts

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઇ NDRF તૈનાત! અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

Mukhya Samachar

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું! 24 દિવસમાં જ 662 ડેન્ગ્યુના કેસ નોંધાયા

Mukhya Samachar

ગુજરાતના આ પોર્ટ પર 5જી સર્વિસનું ટ્રાયલ! માહિનાના અંત સુધીમાં થશે કાર્યરત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy