Mukhya Samachar
Gujarat

ગુજરાત મોરબી પુલ હોનારત : ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની જામીન અરજી પર આજે થશે સુનાવણી

Gujarat Morbi bridge disaster: The bail application of Oreva Group owner Jaysukh Patel will be heard today

ગત વર્ષે ગુજરાતના મોરબીમાં સર્જાયેલી પુલ હોનારત કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનાવવામાં આવેલો વર્ષો જૂનો કેબલ બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા. વર્ષો જૂના આ બ્રિજને રિપેરિંગ બાદ તૂટ્યો તેના થોડા દિવસ અગાઉ જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જે દિવસે પુલ દુર્ઘટના ઘટી તે સમયે પણ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

Gujarat Morbi bridge disaster: The bail application of Oreva Group owner Jaysukh Patel will be heard today

આ દુર્ઘટના માટે અત્યાર સુધી પુલના મેન્ટેનેન્સનું કામકાજ સંભાળી રહેલી ઓરેવા કંપનીને જ જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ઓરેવા કંપની પર આરોપ છે કે, દુર્ઘટનાના દિવસે વધુ નફો રળવાના ચક્કરમાં વધારે ટિકિટો વેચી હતી. જેના કારણે બ્રિજ પર નિયમ કરતાં વધારે લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. આટલુ જ નહીં, બ્રિજ ખુલ્લો મૂકતા પહેલા ફિટનેસ સર્ટીફિકેટ પણ નહતું મેળવવામાં આવ્યું. એવું પણ કહેવાય છે કે, જે સમયે પુલ તૂટ્યો, તે સમયે તેના પર 400થી વધુ લોકો હાજર હતા.

Gujarat Morbi bridge disaster: The bail application of Oreva Group owner Jaysukh Patel will be heard today

આ મામલે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને નોટિસ પણ જારી કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. ગત સુનાવણીમાં પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવાની વાત કહેવામાં આવી હતી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર ઓછું છે.

Related posts

ધોરાજીમાં યોજાઈ ઓસમ તળેટીમાં આરોહણ – અવરોહણ સ્પર્ધા, વિજેતાઓ ને અપાયા રોકડ પુરસ્કાર

Mukhya Samachar

હજુ બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે! જાણો કયા પડી શેક છે ભારે વરસાદ

Mukhya Samachar

અમદાવાદમાં ગણતંત્ર દિવસ પર બોમ્બ બ્લાસ્ટની ઘમકી આપનારની ધરપકડ, કાર્યવાહીમાં થયા ચોંકાવનારા ખુલાસા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy