Mukhya Samachar
Gujarat

ગુજરાતની ફરી ધરા ધ્રુજી! દક્ષિણ ગુજરાતમાં અનુભવાયા ભૂકંપના આંચકા

Gujarat shook again! Earthquake tremors felt in South Gujarat

સુરતમાં સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 61 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ છે. જો કે, હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ‘દક્ષિણ ગુજરાતમાં સવારે લગભગ 10:26 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે.’ દક્ષિણ પૂર્વ સુરતથી 60 કિલોમીટર દૂર અને જમીનથી 7 કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

Gujarat shook again! Earthquake tremors felt in South Gujarat

આપને જણાવી દઈએ કે, કચ્છમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટેર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.6ની નોંધાઈ હતી. ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું હતી. આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

ત્યારે ભૂકંપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.

Related posts

અમદાવાદની AGL કંપનીની 40 જગ્યાએ સતત બીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન

Mukhya Samachar

જોજો વિદેશ જવાની ઘેલછા ભારે ન પડે! : શારજહામાં નોકરીની લાલચે ગયેલા 6 ગુજરાતીઓ એવા ફસાયા કે ખાવાના પણ ફાફા

Mukhya Samachar

ગુજરાતના અનેક જિલ્લાઓમા ફટાકડા ફોડવાને લઈને કલેક્ટરએ બહાર પાડયા જાહેરનામા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy