Mukhya Samachar
Sports

IPL 2022ના પ્લે-ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગુજરાત ટાઇટન્સ

Gujarat Titans became the first team to reach the play-offs of IPL 2022
  • ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી હતી.
  • શુભમન ગિલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી
  • GT એ 11 મેચ રમીને 8માં જીત હાંસલ કરી છે

Gujarat Titans became the first team to reach the play-offs of IPL 2022

ગુજરાત ટાઇટન્સ IPL 2022ના પ્લે-ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. મંગળવારે રમાયેલી મેચમાં ગુજરાતે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી હતી.તેના ઉતરતા જવાબમાં લખનઉની ટીમ 13.5 ઓવરમાં 82 રનના સ્કોર પર પૂરી થઈ ગઈ હતી. દીપક હુડ્ડાએ સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર ​​રાશિદ ખાને 4 વિકેટ લીધી હતી સાથે યશ દયાલ અને આર સાઈ કિશોરને 2-2 વિકેટ મળી હતી.

Gujarat Titans became the first team to reach the play-offs of IPL 2022

ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે. શુભમન ગિલે સિઝનની ચોથી ફિફ્ટી ફટકારી અણનમ 63 રન બનાવ્યા છે. લખનઉ તરફથી ફાસ્ટ બોલર આવેશ ખાને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.બંને નવી ટીમોએ સીઝનમાં પોતાના પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. LSG એ 11 મેચ રમીને 8માં જીત હાંસલ કરી છે જયારે GT એ પણ 11 મેચોમાં 8 જીતી છે.

રિદ્ધિમાન સાહા 11 બોલમાં 5 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. આવેશ ખાને મેથ્યુ વેડ અને કેપ્ટન હાર્દિક પંડ્યાને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા હતા. ડેવિડ મિલર 26 રન બનાવીને જેસન હોલ્ડરના બોલ પર આયુષ બદોનીના હાથે કેચ આઉટ થયો હતો.

Related posts

વેસ્ટ ઇન્ડીઝ સામે 3 મેચની વન-ડે શ્રેણીમાં કોચ રાહુલ દ્રવિડને ઓપનર શોધવામાં કરવી પડશે માથાપચી

Mukhya Samachar

RCBએ LSGને 14 રનથી હરાવ્યું: હવે RCB ક્વોલિફાયર2માં રાજસ્થાન સાથે ટકરાશે

Mukhya Samachar

U-19માં સેમી-ફાઇનલમાં ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy