Mukhya Samachar
Gujarat

ગુજરાતની ઓળખ સમાન ગરબાને મળશે યુનેસ્કોનાં સાંસ્કૃતિક વારસામાં સ્થાન 

Gujarat's identity will find a place in the cultural heritage of UNESCO
  • ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા
  •  વડનગરને વૈશ્વિક ઓળખ આપવા વડનગર કૉન્ફરન્સ યોજાઈ છે
  • વડનગરને લેન્ડમાર્ક હેરીટેજ ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવશે.

 

ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડીંગ ઑફ ધ ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.  જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજીત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુટાન, માલદીવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાન મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા વડનગર કૉન્ફરન્સ યોજાઈ છે.

Gujarat's identity will find a place in the cultural heritage of UNESCO

કૉન્ફરન્સમાં ફૉલ્ટે જણાવ્યું હતું કે યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતિ ઉજવશે જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે. ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ધરાવતું રાજ્ય છે જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો ધરાવતા સ્થળો આવેલા છે તે ગુજરાત માટે ગૌરવ સમાન છે.વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઉજવવાની જાહેરાત કેન્દ્રિય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીએ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરીટેજ ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવશે.

Related posts

દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી! હવે કરો પોતાના મનની વાતો મૂંઝાયા વગર: જાણો શું છે તેની ખાસ બાબત 

Mukhya Samachar

ઉનાળો આવી ગયો! IMD એ કોંકણ અને કચ્છ પ્રદેશોમાં સિઝનની પ્રથમ હીટવેવ ચેતવણી જારી કરી

Mukhya Samachar

નાયક મુવી જેવુ ગુજરાતમાં! અમદાવાદનો વિદ્યાર્થી બનશે એક દિવસનો સીએમ! જાણો શું છે સમગ્ર મામલો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy