Mukhya Samachar
Gujarat

હર્ષ સંઘવીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પાટીલના આશીર્વાદ લીધા; લારી પર ખાધા વડાપાવ

Harsh Sanghvi sought Patil's blessings before filling the nomination form; Vadapav eaten on the lorry

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા તડજોડના ગણિત, વિવિધ સમિકરણો, ટિકિટ મળવા માટે ક્યાંક ઉત્સાહ તો ક્યાંક રીસામણા-મનામણા બાદ હવે આખરે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ છે. ત્યારે સુરતની મજુરા બેઠક પરથી ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનાં આશીર્વાદ લીધા હતા. આ સાથે તેમણે વડાપાંવની લિજ્જત પણ માણી હતી.

સુરતમાં ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ વડાપાંવની લારી પરથી વડાપાંવ ખાધુ હતુ. આ સાથે તેમના કાર્યકર્તાઓએ પણ નાસ્તાની મઝા માણી હતી. આ સાથે હર્ષ સંઘવીએ સી.આર. પાટીલનાં આશીર્વાદ પણ લીધા હતા.

હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, મજુરાનાં લોકોનો આભાર કે, 27 વર્ષે મને સેવાનો મોકો આપ્યો. હું મજુરાનો દીકરો બનીને રહ્યો છું. પહેલા કોંગ્રેસે મને બાળક કહ્યો હતો પરંતુ તમે મારામાં વિશ્વાસ મુક્યો તે બદલ આભાર.

Harsh Sanghvi sought Patil's blessings before filling the nomination form; Vadapav eaten on the lorry

સુરત જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સુરત જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે 15 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. (કુમાર કાનાણી પણ ફોર્મ ભરશે.)

સુરત જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. હવે જોવું રહ્યું કે, આપ આ ચૂંટણીમાં કેવી પ્રદર્શન કરે છે

નોંધનીય છે કે, ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

Related posts

આગામી 48 કલાક સૌરાષ્ટ્ર માટે અતિભારે, માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી

Mukhya Samachar

પંજાનો સાથ છોડી ભગવો ખેસ પહેર્યો અને રાતોરાત થઈ ગઈ બલ્લે બલ્લે! ભાજપમાં જોડાતા આ નેતાઓને મળી ગઈ ટિકિટ

Mukhya Samachar

સારા સમાચાર! ગુજરાત પર મંડાઈ રહ્યા છે વરસાદી વાદળો: જાણો શું કહ્યું હવામાન વિભાગે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy