Mukhya Samachar
Politics

હાર્દિકની હુંકાર! હું ધારાસભ્યનો પગાર નહીં લઉં, વિરમગામ બને અલગ જિલ્લો: જાણો બીજું શું કહ્યું?

Hearty hum! I will not take MLA's salary, Viramgam will become a separate district: know what else said?

ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. એવામાં તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ વખતે ભાજપે વિરમગામ બેઠક પરથી પાટીદાર નેતા હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલના ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા આજે વિરમગામમાં એક જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરસભામાં સ્ટેજ પરથી હાર્દિક પટેલે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી અને દેશના મક્કમ ગૃહમંત્રી અમિતભાઈ શાહે મને વિરમગામના સૌથી નાના ઉમેદવાર તરીકે જ્યારે પસંદ કર્યો, ત્યારથી મારી જવાબદારી બને છે કે આજે માત્ર હું ફોર્મ ભરવા નથી જતો, પરંતુ વિરમગામ વિધાનસભાના ખાસ કરીને માંડલ, દેત્રોજ, વિરમગામ અને નળકાંઠાના ત્રણ લાખ લોકો ફોર્મ ભરવા જઈ રહ્યા છે.

Hearty hum! I will not take MLA's salary, Viramgam will become a separate district: know what else said?

હાર્દિક પટેલે કહ્યું હતું કે, ‘મેં મારા એફિડિવેટમાં એ પણ કહ્યું છે કે 1 લાખ 25 હજાર રૂપિયાનો જે પગાર એક ધારાસભ્ય તરીકે મળતો હોય છે, એ પગાર હું વિરમગામ, દેત્રોજ અને માંડલની પાંજરાપોળમાં, સમાજિક સંસ્થાઓમાં, શિક્ષણ-સમાજસેવા પાછળ વાપરી નાખીશ. મારે આ પૈસાની જરૂર નથી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે વિરમગામ એક સમયે એવડુ મોટું વિરમગામ કહેવાતું, એક સમયે કડીવાળા આપણા વિરમગામમાં હટાણું કરવા આવતા હતા. એક સમયે વિરમગામમાં એટલી બધી લોજો હતી, લોકો ત્યાં જઈને પરોઠા શાક ખાતા હતા. આજે દુઃખ સાથે કહેવું પડે વિરમગામમાં લોજો પણ નથી રહી, કેમ કે લોકો હવે ખરીદી કરવા આવતા નથી. લગભગ વિરમગામથી અમદાવાદ વેપાર-ધંધો કરવા જતા રહ્યા. જો વિરમગામની અંદર બધી વ્યવસ્થા હોયને તો આપણું વિરમગામ ક્યારેય ખાલી ન થાય.

હાર્દિક પટેલે કહ્યું કે, હું જે બોલું છું એ કરીને બતાવું છું અને જેટલા લોકોએ મારા વિરોધમાં જે પણ કહ્યું મારો વિરોધ કરશે તો ચાલશે, મને બદનામ કરશો તો ચાલશે તો ચાલશે પણ હવે મારા વિરમગામ, દેત્રોજ અને માંડલને બદનામ કર્યું તો ક્યારેય પણ નહીં ચાલે. કેમકે આ ત્રણેય તાલુકાને હવે સર્વશ્રેષ્ઠ તાલુકા બનાવાના છે.  વિરમગામ જો જિલ્લો બનશે તો હજારો કરોડની ગ્રાન્ટ આવશે, વિરમગામની અંદર પૈસા આવશે તો વિકાસ દેખાશે. આપણા વર્તમાન ધારાસભ્ય કહે છે કે હું લેખિત અરજી કરું છું તો કોઈ સાંભળતા નથી. અરજી નહીં આંદોલન કરવા પડે.

 

Related posts

ગુજરાત કોંગ્રેસના નેતાઓનું દિલ્હીથી તેડું! ગહેલોતને સોંપાઈ આ મોટી જવાબદારી

Mukhya Samachar

મોટા સમાચાર! ત્રિપુરાના CMએ આપ્યું રાજીનામું; રાજીનામાથી રાજકીય ઉથલપાથલ મચી

Mukhya Samachar

નવા-જૂનીના એંધાણ: નરેશ-હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની બેઠક મળશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy