Mukhya Samachar
Cars

હીરો કંપની પોતાના ગ્રાહકોને આપી રહી છે રિટેલ ફાઇનાન્સ કાર્નિવલનો લાભ

hero schime
  • ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો ઇન્ટરેસ્ટ રેટ સાથે વાહન માટે મેળવી શકશો લોન
  • ચેક બુક અથવા ડોક્યુમેન્ટ્સ વગર ઓટો લોન મળશે
  • કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે

ભારતએ ઉત્સવ પ્રિય દેશ છે. લોકો અહી તહેવારોની ધામે ધુમે ઉજવણી કરતા હોય છે. લોકો તહેવારોની ઉજવણીની સાથે સાથે નવી વસ્તુની ખરીદી કરતા હોય છે. ભારતીયો દિવાળી અને નવરાત્રિના તહેવારોમાં ખાસ કરીને વાહનોની ખરીદી કરતાં હોય છે. જો કે દિવાળી હમણાં જ ગઈ અને હવે નવું વર્ષ આવી ગયું છે. જો તમે દિવાળીના તહેવારમાં નવી બાઇક કે સ્કૂટર લેવાનું ચૂકી ગયા હો તો હીરો મોટોકોર્પ દ્વારા ફરી એકવાર બંપર ડિસ્કાઉન્ટ સાથે નવું ટૂ-વ્હીલર ખરીદવાની તક આપવામાં આવી રહી છે.

ઓટોમોબાઇલ કંપની હીરો મોટોકોર્પે ગ્રાહકોને આકર્ષવા માટે નવી સ્કીમ શરૂ કરી છે. હીરો મોટોકોર્પ સસ્તી અને સરળ ફાઇનાન્સ સર્વિસ આપી રહી છે. જેને લઈ રિટેલ ફાઇનાન્સ કાર્નિવલ શરૂ કર્યો છે. આ કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે. તમામ વર્ગોના ગ્રાહકોને સરળ રીતે અને સસ્તા ભાવે ફાઇનાન્સ સર્વિસ આપવાનો કંપનીનો હેતુ છે. હીરોના ફાઇનાન્સ કાર્નિવલમાં તમામ લોકો લાભ લઈ શકે છે. આ કાર્નિવલમાં ગ્રાહકોને ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો ઇન્ટરેસ્ટ રેટ અને ઝીરો પ્રોસેસિંગ ફી જેવી અનેક ઓફર આપવામાં આવી રહી છે.

કંપનીનું કહેવું છે કે, આ કાર્નિવલના કારણે લોકોમાં નવું વાહન ખરીદવાની ક્ષમતા વધશે. આ કાર્નિવલની ખાસ વાત એ છે કે તેમાં ગ્રાહકોને કોઈ ચેક બુક અથવા ડોક્યુમેન્ટ્સ વગર ઓટો લોન આપવામાં આવશે. આ ઉપરાંત, હીરો મોટોકોર્પે આધાર નંબરના આધારે લોન સ્કીમ પણ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને ઓટો લોન માટે ફક્ત પોતાનું આધાર કાર્ડ જ બતાવવાનું રહેશે. ગ્રાહકો હીરો મોટોકોર્પની ડીલરશિપ અથવા ઓફિશિયલ વેબસાઇટ પર જઇને આ કાર્નિવલ વિશે વધુ જાણકારી મેળવી શકે છે. હીરો મોટરકોપ દ્વારા ગ્રહાકોને આકર્ષવાની સાથે સાથે નવી સ્કીમ આપવાના ઇરાદે આ યોજના શરૂ કરી છે.

Related posts

નવયુવાનોમાં કાર વસાવાનો ક્રેઝ; જાણો લોકો અબજો રૂપિયા ખર્ચીને ખરીદી રહ્યા છે કાર!

Mukhya Samachar

Ducati DesertX: Ducatiએ ભારતમાં લોન્ચ કરી પાવરફુલ ઑફ-રોડર મોટરસાઇકલ DesertX, જાણો કિંમત અને ફીચર્સ

Mukhya Samachar

ગુજરાતીએ AMW ટ્રક કંપની કરી ટેકઓવર: ભુજમાં પ્લાન્ટ બનાવવા રૂ. 400-600 કરોડનું રોકાણ કરશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy