Mukhya Samachar
National

ઉતર પ્રદેશમાં હેવાનિયત! જામીન પર છુટેલા રેપ કેસના આરોપીઓએ યુવતીની કરી હત્યા

Hevaniyat in Uttar Pradesh! The accused in the rape case, released on bail, killed the girl

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રેપ પીડિતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. જામીન પર બહાર આવેલા રેપના આરોપી સહિત 5 લોકો પર હત્યાનો આરોપ છે. જો કે પોલીસે દાવો કર્યો છે કે, પીડિતા તથા આરોપી પક્ષની વચ્ચે નિકાહને લઈને થયેલા વિવાદમાં રાતે મારપીટ થઈ હતી. પીડિતાએ 5 મહિના પૂર્વે પણ રેપના આરોપી વિરુદ્ધ જીવનો ખતરો હોવાનું કહી ગુલાવઠી પોલીસ ચોકીમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસ અધિકારીઓ તથા ફોરેન્સિક વિભાગની ટીમે ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યું અને લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દીધી. રેપના આરોપી સહિત 5 વિરુદ્ધ મામલો નોંધાયો છે.

Hevaniyat in Uttar Pradesh! The accused in the rape case, released on bail, killed the girl

ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ગુલાવઠી પોલીસ ચોકી હદ વિસ્તારમાં રહેતી એક 25 વર્ષિય રેપ પીડિતાની હત્યા કરી નાખવામા આવી છે. આરોપ છે કે, રેપના આરોપીએ પોતાના ભાઈઓ તથા અન્ય સાથે મળીને હત્યા કરી, યુવતીની લાશને છોડીને ફરાર થઈ ગયા હતા. બાદમાં યુવતીને હોસ્પિટલે લઈ જવામા આવી તો, તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

હકીકતમાં ગુલાવઠી પોલીસ ચોકી વિસ્તારની 25 વર્ષિય યુવતીએ ગુલાવઠીના મોહલ્લા બુદ્દેખા નિવાસી જીશાન સહિત 2 લોકો પર છેડછાડ કરીને રેપ કરવા તથા તેનો વીડિયો બનાવીને વાયરલ કરવા જેવા ગંભીર આરોપ લાગતા 1 વર્ષ પહેલા ગુલાવઠી સ્ટેશનમાં કલમ 376, 354(ક),504, 420 આઈપીસી, 67 આઈટી એક્ટ અંતર્ગત રિપોર્ટ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા.

Related posts

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ પરિવાર અમિત શાહને મળી કરશે એક મોટી માંગ

Mukhya Samachar

આગામી ચૂંટણીને લઈ અમિત શાહ યુપીને ધમરોળશે

Mukhya Samachar

USAની પરમાણુથી લેસ સબમરીન ગુજરાત નજીક પહોચતા ખળભળાટ મચ્યો! કોણ હતું તેના નિશાના પર?

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy