Mukhya Samachar
FashionLife Style

પ્રાચીન સમયમાં પુરુષો પણ પહેરતા હતા હાઇ હિલ્સ

man wear high heels
  • હાઇ હિલ્સના પ્રાચીન સમયથી છે ઉપયોગમાં
  • આજે મહિલાઓ પહેરતી હાઇ હિલ્સ પુરુષો પણ પહેરતા
  • એક માહિતી મુજબ ઇસ ૧૭૪૦ સુધી પુરુષો હાઇ હિલ પહેરતા હતા

આજના આધુનિક યુગમાં ફેસનને લોકો ખૂબ મહત્વ આપી રહ્યા છે. પુરુષો કરતાં મહિલાઓ ફેશનને લઈ વધુ સેન્સટીવી હોય છે. હાય હિલ્સ અને ક્લોથ પાછળ મહિલાઓ ખર્ચ પણ વધારે કરતી હોય છે. હાઇ હિલ જુતા આજે મહિલાઓમાં આધુનિકતા અને ફેશનનું પ્રતિક ગણાય છે. ખાસ કરીને ફિલ્મ, મોડલિંગ, ફેશન અને કોર્પોરેટ જગત સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓમાં હાઇ હિલ વિશેષ પ્રચલિત છે. જો કે સાચી વાત તો એ છે કે હાઇ હિલની શોધ નથી થઇ પરંતુ સમયની સાથે તેમાં બદલાવ આવતો ગયો છે. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે આ હાઇ હિલ્સ પ્રાચિન જમાનમાં પુરુષો પણ પહેરતા હતા. એક માહિતી મુજબ ઇસ ૧૭૪૦ સુધી પુરુષો હાઇ હિલ પહેરતા હતા ત્યારે બાદ ફેશન ગુમ થઇ એ પછી મહિલાઓએ હાઇ હિલ પહેરવાના શરુ કર્યા હતા.

man wear high hills
High heels were also worn by men in ancient times

ઇજિપ્તના ગુંબજોમાં બનેલી મ્યુરલ કલામાં ઇસ પર્વે ૪૦૦૦ વર્ષ પહેલાની તસ્વીરમાં પુરુષોના પગમાં હાઇ હિલ જૂતા પહેરેલા જોવા મળે છે. ઊંચી એડીના જુતા તરીકે ઓળખાતા આ હાઇ હિલ ફ્રાંસનો રાજા લૂઇસ ચૌદમો પણ પહેરતો હતો.આ લૂઇસની  ઊંચાાઇ માત્ર પ ફૂટ અને ૪ ઇંચ જેટલી હતી.એવું માનવામાં આવે છે કે હાઇટની ખામી નિવારી ઉંચા દેખાવા માટે તે ૧૦ ઉંચની હિલ ધરાવતા જૂતા પહેરતો હતો.તે જૂતાની હિલની ખાલી જગ્યામાં પોતાના રજવાડાએ જીતેલા પ્રદેશોના નામ પણ લખાવતો હતો. એક માહિતી મુજબ ઇરાનના ઘોડેસવારો રેતીમાં જૂતા ઘુસી ના જાય તે માટે હાઇ હિલ જૂતાઓ પહેરતા હતા. ૯ સદીમાં પર્શિયન શાહ અબ્બાસ પ્રથમ પાસે દુનિયાની સૌથી મોટી સેના હતી.

તે યુરોપના શાસકો સાથે મિત્રતા બાંધીને પોતાના દુશ્મન ઓટોમન શાસનને હરાવવા ઇચ્છતો હતો. આ રીતે પર્શીયન જૂતાઓ યુરોપ સુધી પહોંચ્યા હતા.આધૂનિક સમયમાં ૧૯૬૦ અને ૭૦ના દોરમાં પુરુષો માટેના કાઉબોય હીલને લોકપ્રિય બનાવવામાં પોપ ગીત સંગીતકારોનો મોટો ફાળો હતો. હોલીવુડની મશહુર અભિનેત્રી મેરલીન મનરોએ એક વાર કહયું હતું કે હાઇ હિલની શોધ કોણે કરી છે એ ખબર નથી પરંતુ જેને પણ કરી છે તેને મહિલાઓ પર ખૂબજ ઉપકાર કર્યો છે.૧૯૭૩માં ડેવીડ બોબી આ પ્રકારના હાઇ હિલ જૂતા ખૂબ પહેરતો હતો. ઇસ ૧૯૩૮માં ૮૦૦૦ વર્ષ જૂના જૂતા  અમેરિકાના ઓરેગનમાંથી મળી આવ્યા હતા.

Related posts

કુર્તીને સ્ટાઇલિશ લુક આપશે આ પાકિસ્તાની નેક ડિઝાઇન

Mukhya Samachar

તુલસીના છોડ આસ્થાની સાથે સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક! જાણો શરીરને કેવા આપે છે લાભ

Mukhya Samachar

ભારતની 2000 વર્ષ જૂની બાટિક પ્રિન્ટની આજે પણ છે દેશ વિદેશમાં બોલબાલા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy