Mukhya Samachar
National

ભારત સરકારે લીધું ઐતિહાસિક પગલું: ભારતીય સેના ચલાવશે સ્વદેશી શસ્ત્રો

Historic step taken by the Government of India: Indigenous weapons will be used by the Indian Army
  • ભારત સરકારે એક ઐતિહાસિક પગલું લેવાની શરૂઆત કરી છે.
  • દેશમાં જ ખર્ચાશે સંપૂર્ણ સંરક્ષણ બજેટ
  • ભારતીય કંપનીઓની ભાગીદારીમાં બનેલા શસ્ત્રસરંજામની નિકાસ માટેની શરતો હળવી કરાશે.

Historic step taken by the Government of India: Indigenous weapons will be used by the Indian Army

ભારત સરકારે એક ઐતિહાસિક પગલું લેવાની શરૂઆત કરી છે. ત્રણેય સેનાને વિદેશમાં બનેલા શસ્ત્રસરંજામથી મુક્તિ અપાવવા સૈદ્ધાંતિક નિર્ણય લેવાઈ ચૂક્યો છે. એ અંતર્ગત જે સુરક્ષા ઉપકરણોની દેશને જરૂર હશે, તેની ઉત્પાદક કંપનીઓએ ભારતમાં જ તેનું નિર્માણ કરવું પડશે. કંપનીઓને તે શસ્ત્રસરંજામનો નિકાસ કરવાની પણ છૂટ હશે.સંરક્ષણ ખરીદીની નીતિમાં ફેરફાર કરતા ‘બાય ગ્લોબલ’ની શ્રેણી સમાપ્ત કરાશે, જે અંતર્ગત વિદેશમાં વિકસિત શસ્ત્રસરંજામની આયાત થાય છે. સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય એવા સમયે કર્યો છે, જ્યારે ભારતમાં સુરક્ષા ઉપકરણોનું 68% સ્વદેશીકરણ થઈ ચૂક્યું છે. નૌસેના પોતાની 95% જરૂરિયાતો દેશમાં જ પૂરી કરી રહી છે. વાયુસેના પણ ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, પરિવહન વિમાનો અને ડ્રોનનું દેશમાં જ ઉત્પાદન કરવા ઈચ્છે છે. તેનાથી આંતરરાષ્ટ્રીય કંપનીઓને પણ ફાયદો થશે કારણ કે, તેમણે મોટા સંરક્ષણ સોદા માટે 30%ની ઓફસેટ શરતોમાં બંધાવુ નહીં પડે.

 

Historic step taken by the Government of India: Indigenous weapons will be used by the Indian Army

 ભારતીય સંરક્ષણ વિભાગ વિદેશથી સીધા સોદાનીપણ સમીક્ષા કરી રહ્યો છે. તેમાંથી રૂ.65 હજાર કરોડની ખરીદીના સંભવિત પ્રસ્તાવ રોકી દેવાયા છે. રૂ. 30 હજાર કરોડના કેટલાક અન્ય સોદાને હાલ હૉલ્ડ કરાયા છે. યુક્રેન-રશિયા યુદ્ધ પછી સરકારે વિવિધ સ્તરે ઝડપથી નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. વિદેશમાં બનેલા શસ્ત્રસરંજામ પર નિર્ભરતાના કારણે દેશની વ્યૂહાત્મક નીતિ પણ મર્યાદામાં બંધાઈ જાય છે. એટલું જ નહીં, દુનિયાના શક્તિશાળી દેશો તેમની કંપનીઓએ બનાવેલા શસ્ત્રોનો જ ઉપયોગ કરે છે. ભારત-રશિયાએ સંયુક્ત રીતે બનાવેલી બ્રહ્મોસ મિસાઈલને રશિયાએ પણ તેની સેનામાં સામેલ નથી કરી કારણ કે, ત્યાં પણ બીજા દેશોમાં બનેલા શસ્ત્રોના ઉપયોગ પર સંપૂર્ણ રોક છે.

ભૂમિદળઃ 2020થી માર્ચ 2022 સુધી થયેલા કુલ 29માંથી 19 સુરક્ષા સોદા ભારતીય કંપનીઓ સાથે થયા. હવે ત્યાંથી આગળ વધતા 2022-23માં સેના આશરે રૂ. 26 હજાર કરોડની ખરીદીમાંથી રૂ. 19.6 કરોડની ખરીદી ભારતીય કંપનીઓ પાસેથી જ કરશે.

વાયુસેનાઃ ફાઈટર પ્લેનના મામલામાં એલસીએચ માર્ક-1, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ-એમ્કા, સ્વદેશી યુટિલિટી હેલિકોપ્ટર, બ્રહ્મોસ, એર-ટુ-એર મિસાઈલ આકાશ, રોહિણી, એસઆરઈ, પીએઆર જેવી સ્વદેશી રડાર સિસ્ટમને જ અપનાવવાનો નિર્ણય લીધો છે.

નૌસેનાઃ 95%થી વધુ સ્વદેશી થઈ ચૂક્યું છે. નૌસેનાએ પણ 37 પ્રસ્તાવિત મોટા યુદ્ધજહાજો અને સબમરિન ભારતમાં બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત 43 જહાજ અને 111 યુટિલિટી હેલિકોપ્ટરોનું નિર્માણ પણ ભારતમાં કરાવાઈ રહ્યું છે.

Related posts

કોરોના કેસમાં ઉછાળો આવતા રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય: રેલ મુસાફરી દરમિયાન આ વાતનું રાખજો ખાસ ધ્યાન

Mukhya Samachar

સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઈક શો રૂમમાં લાગી ભીષણ આગ! ઘટનામાં 8ના મોત નિપજ્યાં

Mukhya Samachar

સરોગેટ મધરના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય; જાણો નિયમમાં શું ફેરફાર કરવામાં આવ્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy