Mukhya Samachar
National

સમગ્ર દેશમાં PFI પર સૌથી મોટા એક્શનને લઈને ગૃહમંત્રી અમિત શાહની હાઇલેવલ મીટિંગ યોજાઇ

Home Minister Amit Shah held a high level meeting regarding the biggest action on PFI across the country

કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચ‍િવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.

દેશભરમાં ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે.

Home Minister Amit Shah held a high level meeting regarding the biggest action on PFI across the country

આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચ‍િવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. આ વચ્ચે જોવા જઈએ તો NIA અને EDની રડાર પર પીએફઆઈના ચેરમેન ઓએમએ સલામ પણ છે, જેમના ઘરે અડધી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રની મોટી બેઠક હાલ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA અને EDની ટીમે રાજ્ય પોલીસની સાથે મળીને 10 રાજ્યોમાં દરોડા પાડ્યા અને આ દરમિયાન PFIના 100થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ કોઈમ્બતુર, કુડ્ડલોર, રામનાડ, ડીંડુગલ, થેની અને થેનકાસી સહિત તમિલનાડુમાં અનેક સ્થળોએ PFIના પદાધિકારીઓના ઘરોની તપાસ કરી હતી.

Related posts

નેપાળથી લક્ઝરી કારમાં યુપી મોકલાઈ રહેલું 14 કરોડની ચરસ ગોપાલગંજ માં જપ્ત, 2 તસ્કરની ધડપકડ

Mukhya Samachar

QRSAM મિસાઇલનું છઠ્ઠુ સફળ પરીક્ષણ! દુશ્મનને ક્ષણવારમાં પછાડી દેશે

Mukhya Samachar

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા! બે આતંકીઓને ઠાર મરાયા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy