Mukhya Samachar
Food

ઘરે જ બનાવો ગરમીમાં ઠંડક આપતી મલાઇ કુલ્ફી : જાણો બનાવવાની સમગ્ર રીત

Homemade Cooling Ice Cream: Learn the whole way
  • આજકાલ ઉનાળામાં ઠંડી વસ્તુઓ જ ખાવાનું મન થાય તે સ્વાભાવ છે
  • બનાવો ગરમીમાં પરિવારને ખુશ કરે તેવી  મલાઇ કુલ્ફી
  •  મલાઈ કુલ્ફીને ઘરે બનાવીને દરેકનો દિવસ બનાવી શકો છો

Homemade Cooling Ice Cream: Learn the whole way

આજકાલ ઉનાળામાં ઠંડી વસ્તુઓ જ ખાવાનું મન થાય તે સ્વાભાવ છે. સમર ડ્રિંક્સ હોય કે આઇસક્રીમ, આપણે હંમેશા ખાવા કે પીવામાં કંઈક ને કંઈક ઠંડુ શોધીએ છીએ. ઉનાળાની ઋતુમાં વધુ એક વસ્તુ જે સૌથી વધુ પસંદ કરવામાં આવે છે તે છે કુલ્ફી. ઉનાળામાં આ દેશી આઈસ્ક્રીમ દરેકના દિલ પર રાજ કરે છે. બજારમાં અનેક પ્રકારની કુલ્ફી મળે છે. અહીં અમે તમારા માટે લાવ્યા છીએ મલાઈ કુલ્ફીની રેસિપી, જેને તમે ઘરે બનાવીને દરેકનો દિવસ બનાવી શકો છો. મલાઈ કુલ્ફી બનાવવા માટે આપણને કઇ સામગ્રી જોઈશે તે જાણી.

Homemade Cooling Ice Cream: Learn the whole way

સામગ્રી

  • દૂધ (ફુલ ક્રીમ) – 1.25 લિટર/5 કપ
  • પાવડર શુગર – 70 ગ્રામ / 1/3 કપ
  • એલચી પાવડર (વૈકલ્પિક) – ચમચી
  • પિસ્તા – મુઠ્ઠીભર

મલાઇ કુલ્ફી બનાવવાની રીત

દૂધને ગરમ કરો અને તે ઉકળીને 1/3 ભાગનું રહી જાય ત્યાં સુધી પકાવો. દૂધમાં દળેલી ખાંડ મિક્સ કરો. એલચી પાવડર અને પિસ્તા ઉમેરો. કુલ્ફીના મોલ્ડમાં રેડો અને સેટ થાય ત્યાં સુધી ફ્રીઝરમાં રાખો. અડધી થીજી જાય પછી આઈસ્ક્રીમ સ્ટિક મૂકો. તેને સંપૂર્ણપણે ફ્રીઝ થવામાં 4-8 કલાક લાગી શકે છે. સેટ કર્યા બાદ તેને ફ્રીઝરમાંથી બહાર કાઢીને ઠંડી ઠંડી સર્વ કરો.

Related posts

આ ફૂડ ચોમાસાની મજાને કરી દેશે ડબલ! તીખું જ નહીં આ લીસ્ટમાં સ્વીટ પણ છે સામેલ

Mukhya Samachar

શું તમારું બાળક પણ ફળો અને શાકભાજી નથી ખાતા? આ હેક્સ કામમાં આવશે

Mukhya Samachar

સિમલા મિર્ચ અમેરિકાની ઉપજ છતાં કેમ પડ્યું સિમલા મિર્ચ નામ? ખરેખરએ શાકભાજી નહિ પણ છે એક ફ્રૂટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy