Mukhya Samachar
Cars

Honda Motors લાવી રહી છે શાનદાર ફીચર્સની સાથે SUV કાર: જાણોશું છે નવા ફિચર્સ

Honda Motors is bringing SUV car with cool features: you will know new features
• SUV શાનદાર ફીચર્સની સાથે પાવરફુલ ફીચર્સથી લેસ છે.
• 5 સીટર અથવા 7 સીટરમાં લોન્ચ થશે.
• 12 લાખ રૂપિયા કે તેથી વધારે કિંમત હોઈ શકે છે

ભારતીય ઓટો માર્કેટમાં SUV કાર્સની બોલબાલા ચાલી રહી છે. લોકોને SUV કાર ખુબ પસંદ આવી રહી છે, જેને કારણે SUV કાર્સની ડિમાન્ડમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી કંપનીઓને ટક્કર આપવા માટે હવે Honda Motors દ્વારા પણ ટૂંક સમયમાં એક નવી SUV ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

હોન્ડાની નવી SUV Honda N7X એક મિડસાઈઝ SUV હોઈ શકે છે તેવી ચર્ચા છે. અને Hyundai Creta, Kia Seltos, Mahindra XUV700 અને Tata Harrier જેવી SUVને ટક્કર આપવા માટે હોન્ડા દ્વારા આ SUV લોન્ચ કરવામાં આવશે.

Honda Motors is bringing SUV car with cool features: you will know new features
હોન્ડાએ પોતાની નવી એસયુવી Honda N7X ગત વર્ષે દુનિયા સમક્ષ રજૂ કરી હતી. આ SUV શાનદાર ફીચર્સની સાથે પાવરફુલ ફીચર્સથી લેસ છે. હોન્ડાની અપકમિંગ SUVને 5 સીટર કે 7 સીટર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
Honda N7Xમાં Honda City અને Honda Civic પ્રીમિયમ સેડાન જેવી અપરાઈઝ નોઝ શેપની મોટી મલ્ટી સ્લેટ ક્રોમ ગ્રિલ, LED હેડલેમ્પ, L-શેપ્ડ LED DRL અને બમ્પરમાં ફોગ લેમ્પ જોવા મળશે. સ્પોર્ટી લૂકવાળી આ SUVમાં Z આકારના ટેઈલ લેમ્પની સાથે મોટા ગ્રીનહાઉસ, ડ્યુઅલ ટોન ડોર માઉન્ટેડ વિંગ મિરર અને મલ્ટી સ્પોટ એલોય વ્હીલ્સ જોવા મળશે.

Honda Motors is bringing SUV car with cool features: you will know new features
Honda N7X SUVને 1.5 લિટર પેટ્રોલ એન્જિનની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત હોન્ડાની અપકમિંગ SUVમાં 6 સ્પીડ મેન્યુઅલ અથવા સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સ જોવા મળી શકે છે. Honda N7Xને S, E, Prestige અને Prestige HS જેવાં ટ્રિમ ઓપ્શનની સાથે રજૂ કરી શકાય છે.Honda N7X SUVમાં લાર્જ ડિસ્પ્લે સાથેનું ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, મલ્ટિપલ એરબેગ્સ સહિત અનેક સ્ટાન્ડર્ડ અને સેફ્ટી ફીચર્સ જોવા મળી શકે છે. ભારતમાં Honda N7X SUVની કિંમતની વાત કરીએ તો, તેને ભારતીય માર્કેટમાં 12 લાખ રૂપિયા કે તેથી વધારે પ્રાઈસ રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ટૂંક સમયમાં કંપની દ્વારા પોતાની અપકમિંગ Honda N7X SUVniસત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Related posts

કારની એરબેગની પણ હોય છે એક્સપાયરી ડેટ? શું તમે જાણો છો કે તેની જાળવણી કેવી રીતે કરવી

Mukhya Samachar

આ વર્ષે પણ સારું રહેશે કારનું વેચાણ! ટાટા મોટર્સે આશા વ્યક્ત કરી; કહી આ વાત

Mukhya Samachar

ભારતમાં લોન્ચ થશે નવા લૂકમાં મારૂતિ સુઝુકીની સ્વિફ્ટ હેચબેક

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy