Mukhya Samachar
Fashion

સો. મીડિયા પર વાયરલ થયા સેન્ડવિચ શૂઝ

sandwich shows on trend
  • સેન્ડવિચ શૂઝ સોશિયલ મીડિયામાં મચાવે છે ધૂમ
  • શૂઝ જોઈને તમને સેન્ડવિચ કે બર્ગર ખાવાની ઈચ્છા થશે
  • આ શૂઝમાં 3D વેગન લેધર, લેટ્યૂસ, ચીઝ અને ડુંગળીના લેયર્સ પણ દેખાય છે
sandwich shows on trend
Hundred Sandwich shoes went viral on the media

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે બાકીના કરતા અલગ દેખાય. તેથી લોકો ઘણી વખત એવી રીત અપનાવતા હોય છે, જેનાથી લોકોનું ધ્યાન તેમની તરફ જાય છે. આ જ કારણ છે કે ઘણીવાર નવા ફેશન ટ્રેન્ડ ચર્ચામાં રહે છે. અત્યારે આવા જ એક શૂઝ ઈન્ટરનેટર પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે કેટલાક લોકો તેને શૂઝને સેન્ડવિચ શૂઝ અથવા બર્ગર શૂઝ કહી રહ્યા છે. આ સેન્ડવિચ આકારના સ્નીકર્સ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તે બિલકુલ સેન્ડવિચ જેવા દેખાય છે. તેને એટલી શાનદાર રીતે બનાવવામાં આવ્યા છે કે 3D વેગન લેધર, લેટ્યૂસ, ચીઝ અને ડુંગળીના લેયર્સ પણ દેખાય છે.

sandwich shows on trend
Hundred Sandwich shoes went viral on the media

આ શૂઝ જોઈને તમને બર્ગર કે સેન્ડિવચ ખાવાની ઈચ્છા થશે. રિપોર્ટના અનુસાર, ઈન્ટરનેટ પર આ અજીબોગરીબ શૂઝ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર લોકો આ શૂઝને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ શૂઝની કિંમત 8,500 રૂપિયા છે અને તેને ડોલ્સ કિલ ક્લોથિંગ સ્ટોર દ્વારા બનાવવામાં આવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પેજ પર આ શૂઝનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યા પછી ડોલ્સ કિલના 38 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે. તેમજ ઈન્ટરનેટની દુનિયામાં આ શૂઝ ડેલી સેન્ડવિચ પ્લેટફોર્મ સ્નીકર્સ તરીકે ફેમસ થઈ ગયા છે. કારણ કે તે સેન્ડચિવ જેવા દેખાય છે.

એક વ્યકતીએ કહ્યું, હું સબવેમાં કામ કરું છું અને કામ કરવા માટે આ પહેરીશ. એક અન્ય યુઝરે કમેન્ટ કરી કે હું આ શૂઝને જરૂર પહેરીશ, કેમ કે જીવવા માટે માત્ર એક જ જીવન હોય છે અને એટલા માટે હું આ શૂઝને ટ્રાય કરીશ. કેટલાક ક્રિટિસાઈઝ કરનારા લોકોનું કહેવું છે કે કોઈ આવા શૂઝ કેવી રીતે બનાવી શકે છે. એક અન્ય યુઝરે લખ્યું, આ જોયા પછી તો સેન્ડવિચ ખાવાની ઈચ્છા પણ નહીં થાય. જ્યારે એક બીજા યુઝરે તેને ખરાબ પ્રયોગ કહ્યો. જો કે લોકો તેને ક્રિટિસાઈઝ કરે કે પસંદ કરે પરંતુ અત્યારે આ શૂઝની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે.

Related posts

વરસાદની ઋતુમાં સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ દેખાવા માંગતા હોય તો પસંદ કરો આવા કપડાં

Mukhya Samachar

લગ્નમાં લહેંગા-સાડી પહેરીને કંટાળી છો, તો ટ્રાય કરો આ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ

Mukhya Samachar

પરિણીતી ચોપરાના આ સાડી લુક્સ લગ્નના ફંક્શન માટે પરફેક્ટ છે, જુઓ તસવીરો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy