Mukhya Samachar
Cars

જલદી કરો! વર્ષના અંત સમયે આ કારમાં મળી રહ્યું છે મોટું ડિસ્કાઉંટ

discount on cars
  • યર એન્ડિંગમાં ગાડીઓ પર બંપર ડિસ્કાઉન્ટ
  • ડસ્ટર સહિતની અનેક એસયુવી પર ડિસ્કાઉંટ
  • કઈ ગાડીમાં કેટલું ડિસ્કાઉંટ જલદી ચેક કરો

આજના ઝડપી યુગમાં લોકો વાહનોનો ઉપયોગ મોટા પ્રામાણમાં કરી રહ્યા છે. જેને લઈ રોજે નવા વાહનોની ખરીદી થઈ રહી છે. ત્યારે નવું વર્ષ શરૂ થવાને હવે છેલ્લું અઠવાડિયું બાકી રહ્યું છે. નવું વર્ષ શરૂ થતાં જ મોટાભાગની ઓટોમોબાઇલ કંપનીઓ ભાવ વધારવાની છે. એટલે કે જો નવી ગાડી ખરીદવી હોય તો આ જ બેસ્ટ ટાઇમ છે. ડિસેમ્બર મહિનામાં યર એન્ડ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, જેમાં મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા, હોન્ડા, રેનો, મહિન્દ્રા, ટોયોટા વગેરે જેવી તમામ કંપનીઓ તેમની ગાડીઓ પર સારું એવું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો ચાલો જાણી લઇએ હેચબેક, મલ્ટિ પર્પઝ વ્હીકલ, સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ  અને સિડેન પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હાલ ઓછી કિંમતની SUVની માગ વધી રહી છે. તેમાં 15 હજારનું કેશ ડિસ્કાઉન્ટ, 70 હજારનું એક્સચેન્જ બોનસ અને 10 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નિસાન ઓનલાઈન બુકિંગ પર 5,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ કાર 106hp પાવર સાથે 1.5-લિટર પેટ્રોલ અને 156hp પાવર સાથે 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનમાં ખરીદી શકાય છે. આ સિવાય, તેમાં 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. રેનો તેની પોપ્યુલર SUV ડસ્ટર પર 1.30 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જેમાં 50,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 50,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને 30,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. આ તમને કોઈપણ કાર પર મળે એવું સૌથી મોટું ડિસ્કાઉન્ટ પણ છે. તમે 106hp પાવર સાથે 1.5-લિટર પેટ્રોલ અને 156hp પાવર સાથે 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનમાં ડસ્ટર ખરીદી શકો છો.

ટોયોટાની બલેનો એટલે કે ગ્લેન્ઝા પર 22 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. કોર્પોરેટ ડિસ્કાઉન્ટને કારણે 2 હજારનો બેનિફિટ પણ મળશે. આ કારને મારુતિ બલેનોના પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કારમાં 1.2-લિટર પેટ્રોલના બે અલગ-અલગ એન્જિન આપવામાં આવ્યાં છે. પહેલા એન્જિનનો પાવર 83hp અને બીજાનો ડ્યુઅલ જેટ 90hp પાવર છે. બંને એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલા છે.

આ સહિતની બીજી ઘણી ગાડીઓ છે કે જેના પર કંપની મોટું ડિસ્કાઉંટ આપી રહી છે.અહી ખાસ નોંધ લેવી કે કાર પર આપવામાં આવેલી આ ડિસ્કાઉન્ટની માહિતી તમારા શહેર અને ડીલરના આધારે બદલાઈ શકે છે. આ ઉપરાંત, આ ડિસ્કાઉન્ટ કારના સ્ટોક પર પણ નિર્ભર કરે છે. જરૂરી નથી કે તમને સમાચારમાં દર્શાવેલું ડિસ્કાઉન્ટ જ મળે. તેથી, બેસ્ટ ઓફર માટે તમારા શહેરની ડીલરશીપ પર સંપર્ક સાધવો.

Related posts

Ducati DesertX: Ducatiએ ભારતમાં લોન્ચ કરી પાવરફુલ ઑફ-રોડર મોટરસાઇકલ DesertX, જાણો કિંમત અને ફીચર્સ

Mukhya Samachar

કારની ખરીદી કે વેચાણ કરતા પહેલા રહો સાવધાન! આ ભૂલ કરશો તો પસ્તાવું પડશે

Mukhya Samachar

નવયુવાનોમાં કાર વસાવાનો ક્રેઝ; જાણો લોકો અબજો રૂપિયા ખર્ચીને ખરીદી રહ્યા છે કાર!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy