Mukhya Samachar
Cars

Hyundai આ જ વર્ષે ભારતમાં લોન્ચ કરશે પોતાની વર્લ્ડ ફેમસ IONIQ 5 ઈલેક્ટ્રિક કાર

Hyundai will launch its world famous IONIQ 5 electric car in India this year
  • Hyundai કરશે વ્હીકલ ભારતમાં લોન્ચ 
  • ભારતમાં IONIQ 5 લોન્ચ કરવા જઈ રહ્યા છે.
  • ભવિષ્ય માટે પ્રોડક્ટની રેન્જ પણ વિસ્તૃત કરવાની યોજના.

Hyundai will launch its world famous IONIQ 5 electric car in India this year

Hyundai Motor Indiaએ મંગળવારના રોજ જણાવ્યું કે કંપની દુનિયાભરમાં લોકપ્રિય થયેલા ઈલેક્ટ્રિક વ્હીકલ IONIQ 5ને(IONIQ 5 India Launch) ભારતમાં લોન્ચ કરશે. કંપનીએ જાહેરાત કરી છે કે આ જ વર્ષે આ વ્હીકલ ભારતમાં લાવવામાં આવશે. આ મોડલને વર્ષના બીજા ભાગમાં એટલે કે જૂન-જુલાઈ પછી લોન્ચ કરવામાં આવશે. તહેવારોની સીઝનમાં ઈલેક્ટ્રિક વ્હીકલને લાવવાની કંપનીની યોજના છે. આ વ્હીકલ સાથે કંપની ભારતમાં પોતાના બેટરી ઈલેક્ટ્રિક વાહનોના બિઝનસની સ્થાપના કરશે.હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના એમડી અને સીઈઓ ઉન્સુ કિમે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, એક ગ્રાહકલક્ષી બ્રાન્ડ તરીકે કંપની ઈલેક્ટ્રિકટ મોબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

Hyundai will launch its world famous IONIQ 5 electric car in India this year

પ્રગતિશીલ અને ટકાઉ ભવિષ્ય માટે પ્રોડક્ટની રેન્જ પણ વિસ્તૃત કરવાની યોજના છે. કંપની વર્ષ 2028 સુધી પોતાના બેટરી ઈલેક્ટ્રિક વ્હીકલના વિસ્તૃતીકરણ માટે પ્રતિબદ્ધ છે.તેમણે જણાવ્યું કે, આજે અત્યંત ગર્વ સાથે અમે જાહેરાત કરી રહ્યા છીએ કે ભારતમાં અમે IONIQ 5 લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ઈલેક્ટ્રિક મોબિલિટીના આ યુગને પ્રોત્સાહન આપવા માટે IONIQ 5 ગ્રાહકોની આકાંક્ષાઓને પુન:વ્યાખ્યાયિત કરશે અને એવા નિરાકરણો લઈને આવશે જે દરેક પ્રકારે ચઢિયાતા હશે. આ વાહન તેમના અનુભવોને અલગ દિશા આપશે.

Hyundai will launch its world famous IONIQ 5 electric car in India this year

હ્યુન્ડાઈ કંપની પાછલા 25 વર્ષથી ભારતની સાથે છે. માટે હવે કંપની ઈલેક્ટ્રિક વ્હીલક બાબતે પણ આ મહાન દેશ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સુક છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં હ્યુન્ડાઈ કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ 2028 સુધીમાં ભારતમાં લગભગ છ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ લાવવા માટે 4000 કરોડ રુપિયાનું રોકાણ કરશે. કંપની વર્તમાન રેન્જના આધારે એક કરતા વધારે મોડલને મિક્સ કરીને લોન્ચ કરી શકે છે અથવા તો ગ્લોબલ પ્લેટફોર્મને આધારે નવા વ્હીકલ લાવી શકે છે. હ્યુન્ડાઈ નવા ઈલેક્ટ્રિક વ્હીકલથી ભારતના માસ માર્કેટ અને માર પ્રીમિયમ માર્કેટ સેગમેન્ટને ટાર્ગેટ કરશે.

 

Related posts

ટૂંક સમયમાં લૉન્ચ થશે મહિન્દ્રા થારનું સસ્તું એન્ટ્રી-લેવલ મોડલ, લૉન્ચ પહેલાં જોવા મળ્યું

Mukhya Samachar

સસ્તી કાર સામાન્ય લોકોનું સપનું બનીને રહી! કંપનીએ અલ્ટોના ત્રણ વેરિએન્ટને બંધ કર્યા

Mukhya Samachar

Hero Xpulse 200T 4V: લોન્ચ થઇ શાનદાર ફીચર્સ વાળી આ ધાકડ બાઈક, જાણો કિંમત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy