Mukhya Samachar
Gujarat

“કોલર પકડે તેને ઘરમાં ઘૂસીને ગોળી ન મારુ તો મારુ નામ મધુ નહીં” દબંગ નેતાએ આપી ચોખી ધમકી

"If you don't grab the collar and shoot him inside the house, then my name will not be Madhu" the Dabang leader gave a clear threat.

વિધાનસભાની ચૂંટણીને લઈ વડોદરામાં ખરાખરીની ખેલ જામ્યો છે. તેવામાં હવે ભાજપમાંથી ટિકિટ કપાય બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. જોકે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું ફરી એક વાર વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ ફોર્મ ભરતા સમયે રેલી કાઢતા સમયે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી. હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ.

વડોદરાની વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી પત્તું કપાય બાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવે પોતાના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવતા પહેલા એક રેલીમાં વિવાદિત નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જાહેરમાં કહ્યું હતું કે, મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, મારા વિરોધીઓને ચેતવણી છે કે, આ ઇલેક્શન છેલ્લી પાયરીનું રહેશે.

"If you don't grab the collar and shoot him inside the house, then my name will not be Madhu" the Dabang leader gave a clear threat.

મહત્વનું છે કે, વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી હતી. વાઘોડીયા બેઠક પર ભાજપમાંથી અશ્વિન પટેલને ટિકિટ મળતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. ત્યારે અશ્વિન પટેલ એ વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ છે.

વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે.

 

Related posts

સુરતમાં કરોડોની જૂની નકલી ચલણી નોટોમાં આવ્યો મોટો વળાક! છેડા છેક દિલ્હી સુધી નીકળ્યા

Mukhya Samachar

અતિભારે વરસાદને પગલે આ 2.42 લાખ હેક્ટર પાકનું થયું ધોવાણ! ટૂંક સમયમાં સહાયની થશે જાહેરાત

mukhyasamachar

ગીરમાં સિંહ દર્શન કરવા જવું હોય તો ખાસ વંચાજો: આ તારીખથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy