Mukhya Samachar
Travel

હિમાચલ ફરવા જાઓતો આ જગ્યાએ જ રોકાજો ખર્ચ થઈ જશે અડધો!

If you go to Himachal, half of your money will be spent in this place!
  • હિમાચલની આ જગ્યાઓ રોકવા માટે છે બેસ્ટ 
  • અહી તમે અડધી કિમતે રોકાઈ શકો છો 
  • જાણો કઈ કઈ જગ્યાઑ છે રોકવા માટે 

જ્યારે પણ આપણે કોઈ ટ્રાવેલ પ્લાન બનાવીએ ત્યારે સૌથી પહેલા તો બજેટનો પ્રશ્ન ઉભો થતો હોય છે. ટ્રાવેલિંગના શોખીનોએ તો બજેટ ટ્રાવેલિંગનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ફરવા અને જમવાના ખર્ચા પછી જો સૌથી વધારે પૈસા વપરાતા હોય તો તે હોટલ અથવા રિસોર્ટમાં રહેવામાં છે. જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો અને પૈસા બચાવીને અન્ય સ્થળ પર ફરી પણ શકો છો.

If you go to Himachal, half of your money will be spent in this place!
If you go to Himachal, half of your money will be spent in this place!

આ હોસ્ટેલ શહેરની ભીડભાડથી દૂર શાંતિ વાળા સ્થળ પર બનેલી છે. આ પ્રોપર્ટીના અમુક રુમ સાથે અટેચ બાલકની પણ છે, જ્યાંથી તમને પહાડોનો સુંદર વ્યૂ પણ મળી શકે છે. અહીંયા તમને જરૂરની તમામ સુવિધાઓ મળી જશે. આ હોસ્ટેલ ધર્મશાળાથી 7 કિલોમીટર દૂર આવેલી છે, માટે તમે અહીં અન્ય સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.

રોમમેટ એક મોડર્ન વિન્ટેજ સ્ટાઈલ હોસ્ટેલ છે, જે ઓલ્ડ મનાલીમાં સ્થિત છે. આ હોસ્ટેલમાં તમને દરેક પ્રકારની સુવિધાઓ મળશે. અહીંથી ઘાટીઓના સુંદર દ્રશ્યો તમનં મંત્રમુગ્ધ કરી દેશે. આ પ્રોપર્ટીમાં સફરજનના બગીચા પણ છે, જે પર્યટકોને વ્યસ્ત રાખવા માટે પૂરતા છે.
તમને તમારી જરૂરની તમામ સુવિધાઓ આ હોસ્ટલમાં મળશે. માટીના ઘરો, આસપાસ દેખાતા પહાડોને કારણે આ હોસ્ટેલની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. તમે ક્યાંય બહાર ન જવા માંગતા હોવ તો પણ અહીં રહીને વોટરફોલની મજા માણી શકો છો. અથવા તો આસપાસના માર્કેટમાં જઈને ખરીદી કરી શકે છે.

If you go to Himachal, half of your money will be spent in this place!
If you go to Himachal, half of your money will be spent in this place!

કસોલમાં સ્થિત વૂપર્સ હોસ્ટેલ વિનામૂલ્યે પ્રાઈવેટ પાર્કિંગ અને વાઈફાઈની સુવિધા પણ પૂરી પાડે છે. મનાલીથી 27 કિમી સ્થિતિ આ સ્ટે બજેટ ફ્રેન્ડલી છે. અહીં તમને રુમ પસંદ કરવાના બે વિકલ્પો આપવામાં આવે છે, પહેલા છ બેડનો મિક્સ ડૉર્મ રુમ અને બીજો વિકલ્પ પ્રાઈવેટ રુમનો છે, સાથે બાથરુમની સુવિધા પણ મળશે.

યૂથ હોસ્ટેલ શહેરની ભીડ ભાડથી દૂર હિમાચલ પ્રદેશના સૌથી સારી હોસ્ટેલમાંથી એક છે. અહીંમો માહોલ ઘણો જ શાંત છે. આ હોસ્ટેલમાં રહીને તમને એક રિસોર્ટમાં રહ્યા હોવ તેવો અનુભવ મળશે.

શહેરના કેન્દ્રમાં સ્થિત થિરા હોસ્ટેલની આસપાસ લગભગ તમામ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ આવેલા છે. અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ તમને ખૂબ પસંદ આવશે. અહીં તમે અન્ય મુલાકાતીઓ સાથે હળીમળીને રહી શકશો અને તમને ભારતની વિવિધતા પણ જોવા મળશે. સાફ ઓરડા, વિશાળ લૉજ અને જબરદસ્ત વ્યુ અહીંની ખાસિયત છે.

Related posts

Tiger Reserves in India : વાઘને નજીકથી માંગો છો જોવા , તો આ 5 ટાઇગર રિઝર્વ પાર્કની લો મુલાકાત

Mukhya Samachar

જો તમે બાઇક રાઈડીંગના શોખીન છો? તો આ રસ્તા પર ચોક્કસ કરો ટ્રીપ

Mukhya Samachar

શું તમે ભારતની છેલ્લી દુકાન વિષે જાણો છો? અહી છે આખરી દુકાન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy