Mukhya Samachar
Gujarat

અમદાવાદમાં માલીકને સ્ટોર રૂમમાં પૂરી કર્મચારીએ 3 કિલો સોનાની ચલાવી લૂટ

In Ahmedabad, Malik's store room was looted by employees of 3 kg of gold

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. મોટેરામાં ત્રણ કિલો સોનાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જ્વેલર્સમાંથી કર્મચારીએ જ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્વેલર્સનો શેઠ સ્ટ્રોંગ રૂમમાં સોનુ મુકવા જતાં કર્મચારીએ માલિકને પૂરી દઈ ચોરી કરી છે. કર્મચારી લાખો રૂપિયાની કિંમતનું 3 કિલો સોનું ચોરી ફરાર થઇ ગયો છે. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.

In Ahmedabad, Malik's store room was looted by employees of 3 kg of gold

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોટેરા વિસ્તારમાં આવેલા અંજલિ જ્વેલર્સમાં ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. જ્વેલર્સના શેઠ સ્ટ્રોંગ રૂમમાં સોનાના દાગીના અને બિસ્કિટ મૂકવા જઇ રહ્યા હતા, ત્યારે જ ત્યાં કામ કરતાં બે કર્મચારી ત્યાં આવ્યા હતા અને શેઠને સ્ટ્રોંગ રૂમમાં પૂરી દીધા હતા. આ બન્ને કર્મચારીઓએ લગભગ ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, જ્વેલર્સમાં પડેલી પાંચ લાખ જેટલી રોકડ પણ તેમણે ચોરી હતી. ચોરીનો આંકડો દોઢ કરોડની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાને પગલે ચાંદખેડા પોલીસ દોડતી થઇ છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને જ્વેલર્સમાં સીસીટીવી કેમેરા છે કે કેમ? અને સીસીટીવીની તપાસ માટે એક ટીમ રવાના કરી છે. પોલીસ દ્વારા લૂંટ ચલાવનારા બન્ને કારીગરો વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જ્વેલર્સમાં કામ કરતાં કર્મચારીઓ ક્યાના છે? તે અંગે પણ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related posts

વડાપ્રધાન મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન! રદ્દ લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી

Mukhya Samachar

ડાયમંડ સિટી સુરત સિંગાપુરમાં ચમકશે! વર્લ્ડ સિટી સમિટમાં સુરત થશે સામેલ

Mukhya Samachar

તાઇવાનની કંપની ગુજરાતમાં કરશે 1.75 લાખ કરોડનું રોકાણ! પ્રોજેક્ટથી 1 લાખ લોકોને રોજગારી મળશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy