Mukhya Samachar
Sports

ભારતનો સુપર સન્ડે ! નીતૂ-અમિતના મુક્કાએ અપાવ્યો વધુ એક ‘ગોલ્ડ’ મેડલ

in-commonwealth-games-neetu-ghanghase-and-amir-won-gold-in-boxing
  • 10માં દિવસે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલું જ છે
  • નીતૂ ઘંઘાસે ઈંગ્લેન્ડના બોક્સરને 5-0થી માત આપી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો
  • મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતને વિજય અપાવ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલું જ છે અને આજે સ્પર્ધાનો 10મો દિવસ છે. આજ રોજ આશા પ્રમાણે જ નીતૂ ઘંઘાસે બોક્સિંગમાં ગોલ્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. ઉપરાંત અમિત પંઘલે પણ ભારતને બોક્સિંગમાં વધુ એક ગોલ્ડ અપાવ્યો છે. જ્યારે ક્લોક વિવાદ બાદ ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.

in-commonwealth-games-neetu-ghanghase-and-amir-won-gold-in-boxing

રવિવારના ફાઈનલ મુકાબલામાં નીતૂ ઘંઘાસે ઈંગ્લેન્ડના બોક્સરને માત આપી હતી. હરિયાણાની આ બોક્સરે 48 કિગ્રા કેટેગરીમાં આ વખતે ઈતિહાસ રચી દીધો છે. મેચમાં તમામ જજે નીતૂના પક્ષમાં નિર્ણય જાહેર કર્યો હતો અને 5-0થી ગોલ્ડ મેડલ ભારતને મળ્યો હતો.

in-commonwealth-games-neetu-ghanghase-and-amir-won-gold-in-boxing

બોક્સિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. અમિત પંઘલે 48-51 કિગ્રા કેટેગરીની ફ્લાઈવેટ મેચની ફાઈનલમાં વિજય મેળવ્યો છે. અમિતે ઈંગ્લેન્ડના કે. મેકડોનાલ્ડને 5-0થી માત આપી છે. આ સાથે જ ભારતના કુલ ગોલ્ડ મેડલ્સની સંખ્યા 15 થઈ ગઈ છે. જ્યારે કુલ મેડલ્સની સંખ્યા 43 થઈ છે.

in-commonwealth-games-neetu-ghanghase-and-amir-won-gold-in-boxing

મહિલા હોકી ટીમને બ્રોન્ઝ

મહિલા હોકી ટીમે પણ કમાલ કરી દીધો છે અને ન્યૂઝીલેન્ડ સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતને વિજય અપાવ્યો છે. ફુલ ટાઈમમાં આ મેચ 1-1થી ડ્રો થઈ હતી પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે કમાલ કરી દીધો. કેપ્ટન સવિતા પૂનિયાના જોરદાર સેવ અને સોનિકા નવનીતના ગોલના દમ પર ભારતે 2-1થી શૂટઆઉટ પણ જીતી લીધો હતો. મહિલા હોકી ટીમે 16 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Related posts

મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન મિતાલી રાજે ભારતીય ક્રિકેટ માથી નિવૃતિ જાહેર કરી

Mukhya Samachar

દક્ષીણ આફ્રિકા સામેની T૨૦ સીરીઝ પહેલા ભારતને મોટો ઝટકો! કેપ્ટન કે.એલ રાહુલ ઇજાને પગલે ટીમની બહાર

Mukhya Samachar

‘હેડ પ્રોટેક્શન’ પહેરીને બોલિંગ કરવા ઉતરેલા ઋષિ ધવનનું રસપ્રદ કારણ!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy