Mukhya Samachar
National

નશાની ના કહેતા લીધો જીવ! દિલ્હીમાં સીગરેટ પીવા 10 રૂપિયા ન આપતા કિશોરની હત્યા કરી નાખી

In Delhi, a teenager was killed for not paying Rs 10 for a cigarette
  • પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરી છે.
  • પોલીસે હત્યા કરનાર ચાર યુવાનોની અટકાયત કરી
  • કિશોરે સીગરેટ પીવા પૈસા ન આપ્યા તો ઝઘડો કરી છરી મારી દીધી

આજની યુવાપેઢી નશામાં ગરકાવ થઈ જઇ રહી છે. નશા માટે સાવ છેલ્લી કક્ષાના કામો કરી નાખે છે. ત્યારે દિલ્હીમાં પણ એક આવો જ બનાવ સામે આવ્યો છે. દિલ્હીમાં સિગારેટના 10 રૂપિયા ન આપવા બદલ કેટલાક યુવાનોએ છરી મારીને એક કિશોરની હત્યા કરી નાખી છે. આ ઘટના સોમવારે રાજધાની દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં બની હતી અને મંગળવારે મૃતકની લાશ મળી આવી ત્યારે ખુલાસો થયો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે.સમગ્ર મામલે દિલ્હી પોલીસના DCP શ્વેતા ચૌહાણે જણાવ્યું કે મંગળવારે રામજસ સ્કૂલ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. જેના પેટ પર છરીના ઘા માર્યાના નિશાન હતા. મૃતદેહની ઓળખ આનંદ પર્વતના રહેવાસી વિજય તરીકે થઈ હતી. સીસીટીવી ફૂટેજની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

In Delhi, a teenager was killed for not paying Rs 10 for a cigarette

DCPએ કહ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે સગીરે આરોપીને સિગારેટ માટે પૈસા આપ્યા ન હતા. આ મુદ્દે ઝઘડો થયો હતો, જે બાદ આ ઘટના બની હતી. આરોપીઓની ઓળખ પ્રવીણ (20), જતીન (24), અજય (23) અને સોનુ (20) તરીકે થઈ છે. તમામની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.નાની એવી બાબતમાં હત્યા કરનાર આરોપી પ્રવીણ મજૂરી કામ કરે છે, જ્યારે જતીન ડ્રાઈવર અને અજય સેલ્સમેનનું કામ કરે છે. આ સિવાય ચોથો આરોપી સોનુ ટેલર માસ્ટર છે.આવી જ ઘટના એપ્રિલમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બની હતી. ચાર યુવકોને મફતમાં સિગારેટ ન આપતા દુકાનદારની હત્યા કરા હતી. ત્યાં પણ પોલીસે 50 સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કર્યા બાદ આરોપીઓને પકડી પાડ્યા હતા. તમામ આરોપીઓ જેલમાં છે.

Related posts

ભારતની સૂચના મળતાં જ પાકિસ્તાન પડી ગયું ઘૂંટણિયે, સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવા તૈયાર

Mukhya Samachar

સામાન્ય જનતા પર વધુ એક માર! તહેવારો વચ્ચે અમૂલે દૂધની કિંમતમાં કર્યો ભાવ વધારો

Mukhya Samachar

કુપવાડામાં LOC નજીક સેનાએ બે ખૂંખાર આતંકીઓને ઠાર માર્યા! મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy