Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં ધોરણ 9થી 11ની પરીક્ષા બે અઠવાડીયા મોડી લેવાશે

board exam
  • ધોરણ 9થી 12ની પરીક્ષા તારીખ કરતાં મોડી લેવાશે
  • રાજ્યમાં કોરોના કેસોમાં આવેલા વધારાને લઈ સરકારે કર્યો નિર્ણય
  • 10 અને 12 બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી થશે શરૂ

ભારત  સહિત સમગ્ર વિશ્વ પર કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેર આવી ત્યારે મોટા પ્રમાણમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જોકે છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતમાં કોરોના કેસો સાવ ઓછા આવી રહ્યા છે. રાજ્યમાં નહિવત પ્રમાણમાં કોરોના કેસ આવતા સરકાર દ્વારા લગાવવામાં આવેલ બંધનો પર મહદઅંશે છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે ફરી એકવાર કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથેજ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનની દહેશત પણ સામે આવી છે.

std 9 to 11 exam
In Gujarat, standard 9 to 11 exams will be taken two weeks late

રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેના કારણે દિવાળી બાદથી કોરોનાના કેસ વધ્યા છે. ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાના 33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે, ત્યારે હવે આ વધતા કેસોની અસર બોર્ડ તથા ધો.9થી 11ની પરીક્ષા પર પડી છે. રાજ્ય સરકારે ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લેવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કર્યું હતું કે રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ-2021-22માં કોવીડ-19 ની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.15/07/2021થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

Related posts

રાજકોટિયન ચેતજો! ભૂલથી પણ કોઇ ખોટા મેસેજ ફોરવર્ડ ન કરતાં, આ ટીમ રાખી રહી છે બાજ નજર

Mukhya Samachar

ભરૂચમાં પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર પ્રથમ વાર શિપિંગ કન્ટેનરમાં બનાવવામાં આવ્યું મતદાન મથક

Mukhya Samachar

કંડલાથી હજારો પ્રતિબંધિત ઇ સિગારેટ કસ્ટમ વિભાગે ઝડપી પાડી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy