Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં IT વિભાગ આવ્યું એક્સનમાં! 7 હજારથી વધુ લોકોને નોટિસ અપાઈ

In Gujarat, the IT department came to Axon! More than 7 thousand people were given notice

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ એકશનમાં આવ્યું છે. રાજ્યના 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારી છે. 2017-2018માં થયેલા મોટા વ્યવહાર મુદ્દે આ કાર્યવાહી થઈ હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી છે. જમીન-મકાન કે FDમાં મોટા રોકાણ અંગે ખુલાસા માગ્યા છે. જેમાં IT રિટર્ન કોપી, ટેક્સની વિગત, બેંક-GSTની વિગત માંગવામાં આવી છે.

In Gujarat, the IT department came to Axon! More than 7 thousand people were given notice

સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ડેટા ડિપાર્ટમેન્ટ પાસે આવ્યો હોય જેમાં જમીન-મકાન કે FDમાં તેમજ મિલકતની કિંમત ખરીદનાર અને વેચનારનું નામ પાન નંબર દર્શાવેલ હોય તે પાન નંબરના આધારે જે તે કરદાતાએ રિટર્ન ફાઈલ કર્યું છે કે નહીં તે ચકાસે છે અને વેચનારે પોતાની મિલકત અંગેના વ્યવહારો રિટર્નમાં દર્શાવ્યા છે કે નહીં ? તેમજ ખરીદનારે પોતાની મિલકત પોતાના રિટર્નમાં દર્શાવી છે કે નહીં તેનું વેરિફિકેશન કર્યા બાદ રિટર્નમાં ખરીદી અથવા વેચાણ દર્શાવ્યું ન હોય તેવા કિસ્સાઓમાં ઈન્કમટેકસ વિભાગ નોટિસો ફટકારી શકે છે.

શહેરના અનેક વિસ્તારોમાં મોટા મોટા પ્રોજેકટ ચાલી રહ્યા છે જેમાં પ્રોપર્ટીના ભાવ જંત્રી કરતાં 3 થી 4 ગણા વધારે છે. આવા પ્રોજેકટ પર ઈન્કમટેકસ વિભાગની નજર પડી હોય તેવી શક્યતા છે. જો કે આ માહિતી સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ડિપાર્ટમેન્ટે કાઢી છે. આગામી દિવસોમાં ઈન્કમટેકસ વિભાગ વધુ કડક એક્શન લે તેવી ભીતિ સર્જાઇ છે.

Related posts

માણસામાં આધુનિક મધ્યાહન ભોજન રસોઈઘરનું લોકાર્પણ: બધુ ભોજન બને છે અનટચ્ડ

Mukhya Samachar

મકાનની છતને સિંહાસન બનાવી અડિંગો જમાવતા વનરાજ

Mukhya Samachar

સિંગર વૈસાલીની હત્યાની તપાસમાં મોટો ખુલાસો! આ વ્યક્તિએ આપી હતી સોપારી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy