Mukhya Samachar
Gujarat

મહેસાણામાં નગરપાલિકા પ્રમુખના પતિને ઉપપ્રમુખે લાફો ઝીંકી દીધો

In Mehsana, the husband of the municipal president was slapped by the vice president
  • પાલિકા પ્રમુખના પતિ હર્ષદ પટેલે તેમને લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું.
  • ઉપપ્રમુખ રૂપલ પટેલ આવતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી
  • ઉપપ્રમુખ રૂપલ પટેલ ગત સા.સભામાં સભ્યો જોડે નીચે બેઠેલા જોવા મળ્યા હતા.

વિસનગર નગરપાલિકામાં બુધવારે પ્રમુખ વર્ષાબેન પટેલની ચેમ્બરમાં બેઠેલા પ્રમુખના પતિ હર્ષદ પટેલ અને પાલિકાના ઉપપ્રમુખ રૂપલ પટેલ વચ્ચે બોલાચાલી થતાં ઉપપ્રમુખે લાફો ઝીંકી દીધાની ઘટનાથી પાલિકામાં ભાજપમાં ચાલી રહેલા ખટરાગખૂલીને બહાર આવી ગયો છે. પાલિકા પ્રમુખના પતિ હર્ષદ પટેલે તેમને લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, ઉપપ્રમુખ રૂપલપટેલે તેમને પ્રમુખની ખુરશીમાં બેઠેલા હોઇ ના પાડતાં તેમણે ચેમ્બરમાંથી બહાર નીકળી જવાનું કહેતાં મામલો ઉગ્ર બન્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે છેલ્લા મહિનાઓથી વિવાદ ચાલે છે, જેના કારણેગત સામાન્ય સભામાં પણ ઉપપ્રમુખ સભ્યો જોડે નીચે બેઠા હતા. વિસનગર પાલિકામાં બુધવારે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની ખુરશીમાં પ્રમુખના પતિ હર્ષદભાઇ પટેલ બેઠેલા હતા.

 

In Mehsana, the husband of the municipal president was slapped by the vice president

આ સમયે ઉપપ્રમુખ રૂપલ પટેલ આવતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉપપ્રમુખે હર્ષદભાઇને લાફો ઝીંકી દેતાં મામલો ગરમાયો હતો. જોકે, થોડાક સમય પછી મામલોશાંત પડી જતાં પ્રમુખના પતિ અને ઉપપ્રમુખ નીકળી ગયા હતા. આ ઘટનાને લઇ નગરપાલિકામાં હોહા મચી ગઇ હતી.ઉલ્લેખનીય છે કે, પાલિકામાં છેલ્લા કેટલાક મહિનાથી પ્રમુખ વર્ષાબેન પટેલ અને ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલ વચ્ચે વિવાદ ચાલીરહ્યો છે. જેના કારણે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઉપપ્રમુખની ખુરશી પણ નથી તેમજ સામાન્ય સભામાં પ્રમુખ જોડે બેસતા ઉપપ્રમુખ રૂપલ પટેલ ગત સા.સભામાં સભ્યો જોડે નીચે બેઠેલા જોવા મળ્યા હતા.

Related posts

રાજ્યભરમાં નિકળેલ રથયાત્રાનું ડેશબોર્ડના માધ્યમથી સીએમએ કર્યું તલસ્પર્શી નિરીક્ષણ

Mukhya Samachar

રાજ્યમાં કોરોનાએ ફરી ઉછાળો મારતા આરોગ્ય મંત્રીએ બેઠક કરી: એક્સન પ્લાન બનાવવા આપ્યા આદેશ

Mukhya Samachar

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટ બેઠક મળશે: જાણો કયા મુદ્દા પર થશે ચર્ચા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy