Mukhya Samachar
National

પંજાબના મોહાલીમાં ઇનેટેલિજ્ન્સ બિલ્ડીંગ બહાર બ્લાસ્ટ: સીએમએ આપ્યા તપાસના આદેશ

In Mohali punjab Blast outside the Intelligence Building CM give orders for investigation
  • પંજાબમાં ઈન્ટેલિજન્સ ઓફિસ બહાર બ્લાસ્ટ
  • મોહાલીમાં ઈન્ટેલિજન્સ ઓફિસ બહાર બ્લાસ્ટ
  • મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

In Mohali punjab Blast outside the Intelligence Building CM give orders for investigation

પંજાબના મોહાલીમાં ઈન્ટેલિજન્સ બિલ્ડિંગની બહાર સંદિગ્ધ વિસ્ફોટ થયાં હતા. જેને લઈને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી છે અને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.અચાનક થયેલા બ્લાસ્ટને પગલે ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા. જોકે આ ઘટનાને પગલે જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયાં નથી.

In Mohali punjab Blast outside the Intelligence Building CM give orders for investigation

પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે લગભગ 7.30 વાગ્યે ઓફિસના ત્રીજા માળે રોકેટ જેવું કંઈક અથડાયું હતું. આ બ્લાસ્ટથી ઓફિસની ઘણી બારીઓના કાચ તૂટી ગયા હતા. અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. બનાવ અંગેની જાણ થતાં જ સીએમ ભગવંત માન એક્શનમાં આવ્યા છે અને બ્લાસ્ટ અંગે રિપોર્ટ માંગ્યો છે.

In Mohali punjab Blast outside the Intelligence Building CM give orders for investigation

જોકે પોલીસે આતંકવાદી ઘટનાનો ઈન્કાર કર્યો હતો. ઓફિસમાં રાખવામાં આવેલા વિસ્ફોટકોના કારણે વિસ્ફોટ થયો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. પંજાબ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓફિસમાં રાખવામાં આવેલા વિસ્ફોટમાં આગ લાગવાના કારણે વિસ્ફોટ થયો છે. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇમારત પર હુમલો આરપીજીથી કરવામાં આવ્યો છે.

Related posts

Land For Job Scam Case : લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતીને મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન

Mukhya Samachar

ભારતની સૂચના મળતાં જ પાકિસ્તાન પડી ગયું ઘૂંટણિયે, સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવા તૈયાર

Mukhya Samachar

ગુજરાતમાં e-FIRનો પ્રારંભ કરાવતા ગૃહમંત્રી અમિત શાહ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy