Mukhya Samachar
Gujarat

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

In Patan district, an old enmity kept a young man open fire, one seriously injured

ગુજરાતના પાટણ જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. હારિજ તાલુકાના દુનાવાડા ગામે જૂની અદાવતના કારણે એક યુવકે રિવોલ્વર વડે ત્રણ યુવકો પર ફાયરિંગ કર્યું હતું. ત્રણેય યુવકોને ગોળી વાગી હતી જેમાંથી એકની હાલત ગંભીર છે. ત્રણેય ઘાયલોને ધારપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરિંગ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

In Patan district, an old enmity kept a young man open fire, one seriously injured

રિવોલ્વરથી છ રાઉન્ડ ફાયરિંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, દુનાવાડા ગામમાં રહેતા પરમાર ઈસમે શુક્રવારે બપોરે ગામના શિવાભાઈ, સોનાજી પટ્ટણી અને વિજય પટ્ટણી પર રિવોલ્વરમાંથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વ્યવસાયે સુથાર શિવાભાઈને છાતીમાં, વિજય પટ્ટણીને કાનમાં અને સોનાજીને માથામાં બે ગોળી વાગી હતી.

In Patan district, an old enmity kept a young man open fire, one seriously injured

જૂની અદાવતના કારણે આ ઘટના બની હતી
ગામના લોકો પાસેથી મળતી વિગત મુજબ આરોપી પરમાર ઇસમને ત્રણ ઇજાગ્રસ્તો સાથે જૂની અદાવત હતી. બપોરે ચારેય વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન પરમારે રિવોલ્વર વડે ત્રણેય પર ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

Related posts

અચાનક જ અડધી રાતે આખા અમદાવાદને લોક કરી દેવામાં આવ્યું! જાણો પોલીસે પકડેલ કારમાં કોણ હતા એ શકમંદો?

Mukhya Samachar

ખેડૂતોને સિંચાઈનું ટેન્શન ગયું! જાણો ગુજરાતના જળાશયોની સ્થિતિ

Mukhya Samachar

ગુજરાતમાં ભયાનક માર્ગ અકસ્માતઃ ભાવનગરમાં ટ્રક પલટી જતાં 15 લોકો દટાયા, 6ના મોત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy