Mukhya Samachar
NationalSports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાવી

indian hocky team
  • હોકી ચેમ્પિયન્સમાં ભારતે બ્રોન્ઝ મેડલ મેળવ્યું
  • ભારતે પાકિસ્તાની ટીમને 4-3થી હરાવી
  • ભારતે બ્રોન્ઝ સાથે ટુર્નામેન્ટની સફર પૂરી કરી

ભારતની રાષ્ટ્રીય રમત એવી હોકીની એશિયન ચેમ્પિયન શીપ ચાલી રહી છે. એશિયન ટ્રોફીમાં ભારત સહિત પાકિસ્તાન અને એશિયાના દેશોએ ભાગ લીધો છે. ત્યારે સી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનની ટીમને 4-3થી હરાવી દીધી છે. મેચમાં આ જીતની સાથે ઈન્ડિયન ટીમે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કરી લીધો છે. જ્યારે PAKની ટીમ ટ્રોફીમાં અત્યારે ચોથા ક્રમાંક પર છે.

મેચની વાત કરવામાં આવે તો મેચના પહેલા હાફમાં બંને ટીમની બોલબાલા રહી હતી. આ મેચની ત્રીજી મિનિટમાં જ ભારતીય ટીમે શાનદાર રમત કરી પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને 1-0ની લીડ આપાવી હતી. પાકિસ્તાને પણ હાર ન માની અને શાનદાર ગેમ રમી સ્કોરને 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. આ ગોલ અફરાઝે કાઉન્ટર અટેક દરમિયાન કર્યો હતો. બીજા હાફમાં બંને ટીમોએ ઘણી મહેનત કરી પરંતુ સ્કોરબોર્ડમાં વધુ એક ગોલ સ્કોર કરી શક્યા નહોતા.

મેચનું ત્રીજું ક્વાર્ટર પૂરૂ થાય તે પહેલા ભારતે મેચમાં શાનદાર રમત દાખવી ગોલ કર્યો હતો. અને મેચને જીતી હતી. પાકિસ્તાનને ભારે ટક્કર આપી ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી. મંગળવારે ટૂર્નામેન્ટની પહેલી સેમીફાઈનલમાં સાઉથ કોરિયાએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6-5થી હરાવ્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાએ જાપાન વિરૂદ્ધ 5-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.

હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી હતી. ત્યારે હોકીએ ભારતની રાષ્ટ્રીય રમત હોવાનો પુરાવો ટીમે ચેમ્પિયનશીપમાં આપ્યો હતો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા હતા. ભારતે પાકિસ્તાન ટિમ સામે 4-3થી જીત મેળવી શાનદાર રીતે મેચ પૂર્ણ કરી હતી. ભારતે પાકિસ્તાનની ટિમને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે બ્રોન્ઝ સાથે ટુર્નામેન્ટની સફર પૂરી કરી હતી.

Related posts

ગેસ સિલિન્ડર બાદ હવે ગેસ કનેક્શન લેવા થયા મોંઘા! કંપનીઓએ અધધ 750નો વધારો ઝીકીયો

Mukhya Samachar

દિલ્હી બાદ વધુ એક કોર્ટમાં થયો બ્લાસ્ટ… આ બ્લાસ્ટમાં બે લોકોના મોત

Mukhya Samachar

જગદીપ ધનખરે દેશ વિરુદ્ધ વેર ફૂંકતી સંસ્થાઓ પર આકરો પ્રહારો કર્યા, કહ્યું- વિશ્વમાં ભારતનો અવાજ ઊંચો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy