Mukhya Samachar
Gujarat

મોરબી પુલ દુર્ઘટના મામલે HCએ પૂછ્યું “કયા આધારે કોન્ટ્રાકટરને મંજૂરી આપી? ફિટનેસની જવાબદારી કોની હતી?”

In the case of the Morbi bridge disaster, the HC asked “on what basis the contractor was allowed? Who was responsible for fitness?”

મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી હાથ ધરાઇ. જેમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોગંદનામું રજૂ કર્યું હતું. એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે, ‘દિવાળીના તહેવારના લીધે પુલ પર લોકોનો ઘસારો હતો. દરરોજ સરેરાશ 3165 મુલાકાતીઓ આવતા હતા, એક સમયે ૩૦૦ મુલાકાતીઓ બ્રિજ પર રહેતા. તપાસ ચાલી રહી છે, FSL પણ તપાસ કરી રહી છે. અધિકારીને સસ્પેન્ડ કરાયા છે અને કેટલાકની ધરપકડ પણ કરાઈ છે.’

In the case of the Morbi bridge disaster, the HC asked “on what basis the contractor was allowed? Who was responsible for fitness?”

ત્યારે આ મામલે હાઇકોર્ટે સવાલ પૂછતા કહ્યું કે, ‘કરાર બાદ પુલનું સમારકામ થવું જોઈતું હતું અને પછી એન્જીનિયરોએ પ્રમાણિક કરવાનું હતું પણ કશું ન કરાયું. પ્રથમ કરારની મુદ્દત પૂર્ણ થયા બાદ કયા આધારે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજને ૩ વર્ષ ચલાવવાની મંજૂરી અપાઈ? બ્રિજની ફિટનેસ પ્રમાણિત કરવાની જવાબદારી કોની હતી? રાજ્ય સરકાર તમામ સવાલોની વિગતો 2 સપ્તાહમાં એફિડેવિટમાં રજૂ કરે. કોન્ટ્રાક્ટની શરૂઆતથી આજ સુધીની તમામ ફાઈલ સુરક્ષિત કરી સીલબંધ કવરમાં રજિસ્ટ્રીને સોંપો. સિવિક બોડીના મુખ્ય અધિકારી સામે કેમ કાર્યવાહી નથી કરાતી? શું સરકાર એક માત્ર પરિવારમાં કમાતા સભ્યનું મૃત્યુ થયું હોય તો પરિવારમાંથી કોઈ સભ્યને નોકરી આપી રહી છે?’ જોકે હવે આ મુદ્દે આગામી સુનાવણી 24 નવેમ્બરના રોજ હાથ ધરાશે.

 

Related posts

મેઘરાજા થયા મેહરબાન: અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારની બજારોમાં પાણી ફરી વળ્યાં  

Mukhya Samachar

ગુજરાત ચૂંટણી : અમદાવાદ-મહિસાગર જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં ઓછુ મતદાન

Mukhya Samachar

ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ લહાણીની કરી જાહેરાત! જાણો શું કહ્યું?

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy