Mukhya Samachar
Sports

ચાલુ મેચમાં લાઇટ ગુલ થવાના કારણે થઈ જોવાજેવી! કોનવે આઉટ થતાં રિવ્યૂ ન લઈ શક્યો

In the current match, it should be seen that the light has gone out! Couldn't take review when Conway is out
  • ચેન્નઈનો બેટર કોનવે આઉટ થતાં રિવ્યૂ ન લઈ શક્યો
  • સ્ટેડિયમમાં ટેક્નિકલ ખામીને કારણે થઈ જોવાજેવી
  • ગણતરીના સમયમાં ટેક્નિકલ ખામી દૂર થઈ

In the current match, it should be seen that the light has gone out! Couldn't take review when Conway is out

IPL 2022માં ગુરુવારે ચેન્નઈ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મેદાનમાં ટેકનિકલ ખામીના કારણે ટોસમાં તો વિલંબ આવ્યો પરંતુ આની સાથે બેટર રિવ્યૂ પણ નહોતો લઈ શક્યો. સૌથી પહેલા તો બેડ લાઈટ્સના કારણે મેચ મોડી શરૂ થઈ અને પછી ચેન્નઈની બેટિંગ દરમિયાન લાઈટિંગમાં ટેકનિકલ ખામીના કારણે કોનવે આઉટ થતા DRSનો ઉપયોગ કરી શક્યો નહોતો.

In the current match, it should be seen that the light has gone out! Couldn't take review when Conway is out
મુંબઈએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. ઈનિંગની પહેલી ઓવરમાં જ ચેન્નઈના બેટર ડેવોન કોનવે સામે LBW અપિલ કરાઈ હતી. જેમાં અમ્પાયરે તેને આઉટ જાહેર કરી દેતા CSKને પહેલો ફટકો પડ્યો હતો. પરંતુ આ દરમિયાન કોનવે અમ્પાયરના નિર્ણયને પડકારવા માગતો હતો અને રિવ્યૂ લેવા સજ્જ થઈ ગયો હતો.

In the current match, it should be seen that the light has gone out! Couldn't take review when Conway is out
પરંતુ આ સમયે અમ્પાયરે રિવ્યૂ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સના આધારે મેદાનમાં લાઈટિંગની સહિત અન્ય ખરાબ ટેકનિકલ ખામીના કારણે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. જેમાંથી એક રિવ્યૂ સિસ્ટમની સુવિધા પણ હતી. તેવામાં કોનવેએ અમ્પાયરને વિનંતી કરી હોવા છતાં તે રિવ્યૂ લઈ શક્યો નહોતો.

In the current match, it should be seen that the light has gone out! Couldn't take review when Conway is outકોનવેની વિકેટ પછી ગણતરીની ઓવર્સમાં ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ હતી. પરંતુ CSKને જ્યારે સૌથી વધારે DRSની જરૂર હતી ત્યારે તેનો ઉપયોગ ટીમ કરી શકી નહોતી. જોકે પાવરપ્લે સુધીમાં તો સ્ટેડિયમની અન્ય સુવિધાઓ એક્ટિવ થઈ ગઈ અને મેચ સામાન્યરીતે શરૂ થઈ ગઈ હતી.
મુંબઈ અને ચેન્નઈની મેચ પહેલા બેડ લાઈટ્સના કારણે ટોસ થોડો મોડો થયો હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં લાઈટ્સ વધારે ચાલુ કરવામાં આવી હતી. જોકે ત્યારપછી મુંબઈએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી લીધી હતી. આ મેચમાં MIએ 2 ફેરફાર કર્યા છે જ્યારે ચેન્નઈએ એકપણ ફેરફાર કર્યો નથી. મુંબઈમાં કિરોન પોલાર્ડ અને મુરુગન અશ્વિનના સ્થાને ટ્રિસ્ટન સ્ટબ્સ અને રિતિક શોકીન પ્લેઇંગ-11માં પસંદ થયા છે.

 

Related posts

WTC ફાઈનલ: અમદાવાદ ટેસ્ટ વચ્ચે ભારતીય ચાહકો માટે સારા સમાચાર, ટીમ ઈન્ડિયા સતત બીજી વખત WTC ફાઇનલમાં પહોંચી

Mukhya Samachar

ઓપનિંગ સેરેમનીમાં ગ્લેમર ઉમેરશે આ તમન્ના ભાટિયા, અરિજિત સિંહ પણ પરફોર્મ કરશે

Mukhya Samachar

વર્લ્ડ કપ પછી પહેલી વાર આર્જેન્ટિના માટે ઉતર્યા મેસી, કારકિર્દીનો 800મો ગોલ કર્યો ફ્રી-કીક પર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy