Mukhya Samachar
National

કાશ્મીરના પૂંછમાં મિની બસ ખાઈમાં ખાબકી! અકસ્માતમાં 11ના મોત

In the tail of Kashmir, the mini bus fell into the ditch! 11 died in the accident

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મંડી તહસીલ સાવજિયામાં મિની બસ ખાઈમાં ખાબકી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. ઉપરાજ્યપાલે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

In the tail of Kashmir, the mini bus fell into the ditch! 11 died in the accident
એવું કહેવાય છે કે મિની બસ જમ્મુ કાશ્મીરના મંડીથી સાવજાન જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ડ્રાઈવરે બસ પર કાબૂ ગૂમાવ્યો અને બસ ખાઈમાં જઈ ખાબકી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મંડીની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે.

અકસ્માત બાદ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક વ્યક્ત કરતા પ્રત્યેક મૃતકના પરિવારને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને એક એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે જ અધિકારીઓને ઘાયલોને વધુ સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ પણ આપ્યા.

Related posts

ભારે વરસાદ આજે પણ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે; ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ

Mukhya Samachar

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કાલે કરશે બીજા લગ્ન! જાણો કોણ છે આ દુલ્હન

Mukhya Samachar

કોરોનાનો ફુફાડો! કોરોનાના કારણે આ રાજ્યમાં શાળાઓ શરૂ ન કરવા આદેશ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy