Mukhya Samachar
Gujarat

અડાલજમાં વડાપ્રધાન મોદીએ સ્કૂલ ઓફ એક્સિલેન્સનું ઉદ્ઘાટન કરાવતા કહ્યું: બે દાયકામાં તમે શિક્ષણની કાયાપલટ કરી નાંખી

Inaugurating the School of Excellence in Adalaj, Prime Minister Modi said: In two decades, you have transformed education.

વધુમાં PM મોદીએ કહ્યું કે, ‘પહેલાં એવા ગામો હતા કે જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં ન હોતી આવતી. આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં થોડા જ શિક્ષણ કેન્દ્રો ઉપલબ્ધ હતા. ત્યાં વિજ્ઞાન શીખવવાની કોઈ સુવિધા જ ન હોતી. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 100માંથી 20-25 ટકા બાળકો સ્કૂલ જ ન હોતા જતા. ઘણા વિદ્યાર્થીઓ માત્ર 8માં ધોરણ સુધી જ માંડ-માંડ ભણતા હતા.’

PM મોદીએ ગાંધીનગરથી મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સના લોકાર્પણ દરમ્યાન સંબોધન કરતા કહ્યું ‘તાજેતરમાં જ ભારતે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓની પાંચમી પેઢી (5G) યુગમાં પ્રવેશ કર્યો છે. અમે અત્યાર સુધી 4G સુધી ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કર્યો છે. હવે, 5G એક મોટું પરિવર્તન લાવશે.’

ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સનું PM મોદીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીનું સ્વાગત કર્યું.

PM મોદીએ ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, ‘દેશના અત્યાર સુધીના સૌથી મોટા ડિફેન્સ એક્સપોએ નવા ભવિષ્યની જોરદાર શરૂઆત કરી છે. હું જાણું છું કે આનાથી કેટલાક દેશોને અસુવિધા પણ થઈ છે પરંતુ ઘણા દેશો સકારાત્મક માનસિકતા સાથે અમારી સાથે આવ્યા છે.’ PM મોદીએ ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, ‘મને આનંદ છે કે જ્યારે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે ત્યારે ભારતના મિત્ર એવા 53 આફ્રિકન રાષ્ટ્રો અમારી સાથે ખભે ખભા મિલાવીને ઊભા છે.’

Inaugurating the School of Excellence in Adalaj, Prime Minister Modi said: In two decades, you have transformed education.

ડિફેન્સ એક્સપોમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, ‘DefExpo2022 એ નવા ભારતનું ભવ્ય ચિત્ર પ્રદર્શિત કરી રહ્યું છે, જેની માટેનો ઠરાવ અમૃત કાળ દરમિયાન અમારા દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રનો વિકાસ, રાજ્યોની ભાગીદારી, યુવા શક્તિ, યુવા સપના, યુવા હિંમત અને યુવાનોની ક્ષમતાઓ છે.’

ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં PM મોદીએ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો પણ શિલાન્યાસ કર્યો.
ગાંધીનગરના ડિફેન્સ એક્સપોના આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહે સંબોધન કરતા કહ્યું કે, ‘ભારતને આત્મનિર્મર બનાવવાનું PMનું વિઝન છે. ડિફેન્સ એક્સ્પો આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું પ્રતિક છે.

આપણી પાસે મોટા ઈન્ડસ્ટ્રીયલ હાઉસ છે જે ઈન્વેસ્ટ કરી રહ્યાં છે. MSME સ્પેશિયલ ઈન્સેન્ટીવ આપવામાં આવી રહ્યાં છે DEFENCE EXPOમાં 10થી વધારે દેશના મંત્રીઓ સાથે અમે ચર્ચા કરી. 2 દિવસમાં 10 દેશોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થઈ. ભારતની ડિફેન્સ ટેક્નોલોજીનું વિશ્વના અન્ય દેશોમાં સમ્માન છે.’

ડિફેન્સ એક્સ્પોના ઉદ્ઘાટન દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે, ‘ડિફેન્સ એક્સપો પોલિસીમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. CM તરીકે નરેન્દ્ર મોદીએ ડિફેન્સ ઈકો સિસ્ટમ માટે પ્રયાસ કર્યા હતા. ડિફેન્સ એક્સ્પોમાં યુવાનોને પ્રશિક્ષણ માટે પહેલ કરી હતી. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.

ગુજરાતના MSMEની ક્ષમતા બતાવવાનો અવસર એટલે ડિફેન્સ એક્સ્પો. ડ્રોન ટેક્નોલોજી માટે પણ પોલિસી જાહેર કરી છે. ગુજરાત છેલ્લા 20 વર્ષથી ફાસ્ટટ્રેક વિકાસના પથ પર છે. ડિફેન્સ એક્સપો થકી ગુજરાતમાં જોડાવવા આમંત્રણ છે.’

Inaugurating the School of Excellence in Adalaj, Prime Minister Modi said: In two decades, you have transformed education.

• PM મોદીના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.

• PM મોદી ગાંધીનગર પહોંચી ગયા છે જ્યાં તેઓ ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે તેઓનું રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ ગુજરાતને રૂ. 15,670 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.

• પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે..ત્યારે PM મોદી ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કરશે અને ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવશે. ત્યાર બાદ રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

આ પ્રોજેક્ટથી રાજકોટના અનેક નાગરિકોનું ઘરનું સપનું સાકાર થશે. આ ઉપરાંત રાજકોટમાં PM મોદી 2 રોડ શો કરશે. રાજકોટમાં શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. તો જૂનાગઢમાં પણ વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કરશે.

Related posts

ચિક્કાર દારૂ પીને અમદાવાદ એરપોર્ટમાં યુવકે મચાવી ધમાલ! પછી પોલીસે કર્યું આવું

Mukhya Samachar

ગ્લોબલ ઇન્ડેક્સમાં 46મા ક્રમે આવ્યું ભારત! ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ:મોદી

Mukhya Samachar

ફરી વધ્યા PNG-CNGના ભાવ! રૂપિયા 3 નો થયો વધારો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy