Mukhya Samachar
National

એનએસઈના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા

Chitra Ramakrishna house Income tax raids
  • Chitra Ramakrishna house Income tax raids
    Income tax raids on the house of former NSE CEO Chitra Ramakrishna

મુંબઈમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણાના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા  પાડવામાં આવ્યા છે. તેમના પર આધ્યાત્મિક ગુરુ સાથે ગુપ્ત માહિતીની આપલે કરવાનો આરોપ છે. આ પહેલા 11 ફેબ્રુઆરીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા  એ ચિત્રા રામકૃષ્ણને દંડ ફટકાર્યો હતો. માર્કેટ રેગ્યુલેટરે ચિત્રા પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે એક્સચેન્જની આંતરિક ગુપ્ત માહિતી શેર કરવા બદલ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય ચિત્રા પર એક વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યમની નિમણૂકમાં અનિયમિતતાનો પણ આરોપ છે. આ માટે NSE અને વરિષ્ઠ મેનેજમેન્ટ પણ જવાબદાર હતા રામકૃષ્ણએ કહ્યું હતું કે સુબ્રમણ્યમના વળતર અંગેના નિર્ણયો લેવા માટે હિમાલયમાં રહેતા યોગી દ્વારા તેમને સલાહ આપવામાં આવતી હતી.

hitra Ramakrishna house Income tax raids
Income tax raids on the house of former NSE CEO Chitra Ramakrishna

સેબીના આદેશ મુજબ, ડિસેમ્બર 2016માં રાજીનામું આપનાર ચિત્રા રામકૃષ્ણએ અજાણી વ્યક્તિ સાથે મેનેજમેન્ટ સ્ટ્રક્ચર, ડિવિડન્ડની સ્થિતિ, નાણાકીય પરિણામો, એચઆર નીતિ અને સંબંધિત બાબતો, રેગ્યુલેટરની પ્રતિક્રિયા જેવી માહિતી શેર કરી હતી. ચિત્રાએ 2014 અને 2016 વચ્ચે ઈમેલ આઈડી [email protected] પરથી લખ્યું હતું. સુબ્રમણ્યમ એપ્રિલ 1, 2013 થી NSEના મુખ્ય સલાહકાર હતા. અને તેમને 21 ઓક્ટોબર 2016 સુધી ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર અને MD અને CEOના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માર્કેટ રેગ્યુલેટરના આદેશ અનુસાર, ચિંત્રા રામકૃષ્ણ દ્વારા, આનંદ સુબ્રમણ્યનને NSEના મુખ્ય સલાહકાર તરીકે લાવવામાં આવ્યા હતા. જેમનું કામ અઠવાડિયામાં ચાર દિવસ હતું. આ પહેલા તેમણે Balmer and Lawrie માં મિડ-લેવલ મેનેજર તરીકે કામ કર્યું હતું. અને તેમને અગાઉ શેરબજારમાં કોઈ અનુભવ નહોતો. Balmer and Lawrie મા તેમનો પગાર વાર્ષિક રૂ. 15 લાખ હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તે વધીને રૂ. 1.68 કરોડ થયો હતો.

Related posts

ભારતીય હૉકી ટીમે એશિયા કપમાં જાપાનને 1-0થી હરાવી હાંસલ કર્યો બ્રોન્ઝ મેડલ

Mukhya Samachar

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો મળ્યો! ‘શિવલિંગ’ની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી ફગાવાઈ

Mukhya Samachar

ઈમરાન ખાન હવે ચૂંટણી લડી શકશે નહીં! તોશાખાના કેસમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy