Mukhya Samachar
Gujarat

આજે પણ નર્મદા ડેમની સપાટીમાં વધારો! ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક

Increase the level of Narmada Dam even today! 96,866 cusecs of water in the dam

આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.8 મીટર થઇ ગઇ છે. નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાંથી 65,314 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. આ સાથે નર્મદા ડેમના બે દરવાજા 0.35 સેમી ખોલીને 10,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી  138.68 મીટર  છે.  તેમજ 1200 મેગાવોટનું રીવરબેડ પાવરહાઉસ સતત 24 કલાક ચાલી રહ્યું છે. જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી ગઇ છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીનો કુલ સ્ટોરેજ જથ્થો 5234.10 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. હવે માત્ર 1.06 મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે.

Increase the level of Narmada Dam even today! 96,866 cusecs of water in the dam

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડતો હતો. જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 137 પાર કરી 137.08 મીટર થઈ ગઈ છે.

હાલ મંત્રીઓની નર્મદામાં વધતી વિઝીટ અને તૈયારીઓ ભાગ રૂપે આગામી 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવવાની શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે, બે દિવસના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી રહી છે.

Related posts

મેઘો અનરાધાર! આજે રાજ્યના 134 તાલુકામાં મેઘમહેર વચ્ચે 15થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા

Mukhya Samachar

હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવું પડ્યું ભારે, AAPના પ્રદેશ અધ્યક્ષ સામે માનહાનિનો કેસ

Mukhya Samachar

નવરાત્રીને લઈ સરકારે કરી મોટી જાહેરાત! ખેલૈયાઓ માટે સારા સમાચાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy