Mukhya Samachar
Gujarat

ચિંતામાં થયો વધારો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1259 કેસ નોંધાયા

Increased anxiety: 1259 new cases reported in Gujarat in last 24 hours
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1259 કેસ નોંધાયા
  • રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત!!
  • એક જ દિવસમાં કોરોનાને કારણે 3ના મોત નિપજ્યાં

રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1259 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હવે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે ત્રણ મોત પણ થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 631, સુરત શહેરમાં 213, વડોદરા શહેરમાં 58, વલસાડમાં 40, રાજકોટ શહેરમાં 37, આણંદમાં 29, ખેડામાં 24, રાજકોટ જિલ્લામાં 24, ગાંધીનગર શહેરમાં 18, ભાવનગર શહેરમાં 17, ભરૂચ, નવસારીમાં 16-16, અમદાવાદ જિલ્લામાં 13 કેસ, મહેસાણા, સુરત જિલ્લો અને મોરબીમાં 12-12 કેસ નોંધાયા છે.

1259 new cases reported in Gujarat
Increased anxiety: 1259 new cases reported in Gujarat in last 24 hours

આ ઉપરાંત કચ્છમાં 11, ગાંધીનગર જિલ્લામાં 10, જામનગર શહેરમાં 8, વડોદરામાં 7, મહીસાગરમાં 6, વડોદરામાં 7, મહીસાગરમાં 6, ગીરસોમનાથમાં 5, સાબરકાંઠામાં 4, અમરેલી, સુરેન્દ્રનગર, તાપીમાં 3-3, દેવભૂમિ દ્વારકામાં 2, અરવલ્લી,બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, જૂનાગઢ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે.

1259 new cases reported in Gujarat
Increased anxiety: 1259 new cases reported in Gujarat in last 24 hours

રાજ્યમાં આજે ઓમીક્રોન વેરિયન્ટના 16 નવા કેસ નોંધાયા છે જે પૈકી અમદાવાદમાં 7, વડોદરામાં 2 , કચ્છ, ખેડા, જામગગર શહેર, જામગનર જિલ્લો, સુરત શહેર, આણંદમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 5858 પર પહોંચી ગયો છે જ્યારે વેન્ટિલેટર પર દર્દીની સંખ્યા 16 છે. રાજ્યમાં કુલ 5842 દર્દી સ્ટેબલ છે જ્યારે 8,19,047 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોવિડનો કુલ મૃત્યુઆંક 10123 થયો છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 7.46 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ઉંમર15-18 વર્ષના તરૂણોના વેક્સિનેશનમાં પહેલાં દિવસે કુલ 4,94,317 વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Related posts

સુરતમાં દિલ્હી જેવી ઘટના! કારે બાઇક સવાર દંપતીને ટક્કર મારી, પતિની લાશ 12 કિમી દૂરથી મળી

Mukhya Samachar

રથયાત્રા દરમિયાન શાહપુરમાં કેબિન તૂટતાં બાળક સહિત 20 લોકો નીચે પટકાયા

Mukhya Samachar

કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત! લાભપાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy