Mukhya Samachar
Gujarat

ચિંતામાં વધારો: આખા રાજયમાં ખાલી એકજ ડેમમાં છે 80 ટકાથી વધુ પાણી!

Increased concern: Only one dam in the entire state has more than 80% water!
  • આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80%થી વધુ પાણી
  • રાજ્યના 50% જળાશયમાં 25%થી ઓછું પાણી
  • જિલ્લાનાં 46 ગામમાં ટેન્કરના 97 ફેરાથી પહોચાડાય છે પાણી

Increased concern: Only one dam in the entire state has more than 80% water!

રાજ્યભરમાં બુધવારે હીટવેવનું જોર યથાવત્ રહ્યું હતું. 44.3 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી તો અમદાવાદમાં પણ 44.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દેશનાં 33 શહેરોમાં 44 ડીગ્રીથી વધુ ગરમાી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણ દિવસ આકરી ગરમી રહેશે. 1 મે બાદ ગરમીથી રાહત મળી શકે છે. રાજ્યમાં હીટ વેવનો કહેર છે. ગરમી વચ્ચે પાણીના પોકાર પણ હવે સંભળાઇ રહ્યા છે. રાજ્યનાં જળાશયોમાં હવે પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો થઇ ગયો છે. ઉત્તર ગુજરાતમાં માત્ર 14 ટકા જળસંગ્રહ છે જેમાંથી લાઇવ સ્ટોરેજ માત્ર 9 ટકા જ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 ટકા કરતાં પણ ઓછું લાઇવ સ્ટોરેજ છે. મધ્ય ગુજરાતમાં 44 ટકા જ્યારે કચ્છમાં 19 ટકા તો સૌરાષ્ટ્રના જળાશયોમાં 37 ટકા પાણી છે. રાજ્યના કુલ જળાશયોમાંથી 50 ટકા જળાશયોમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે.

Increased concern: Only one dam in the entire state has more than 80% water!

સમગ્ર રાજ્યમાં માત્ર એક જ જળાશયમાં 90 ટકાથી વધારે જળસંગ્રહ છે. 50 જળાશયમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. બીજી તરફ, રાજ્યના 6 જિલ્લાના 13 તાલુકાઓના 46 ગામોમાં 26 ટેન્કર દ્વારા 97 ફેરા કરવામાં આવી રહ્યા છે. કચ્છના 6 તાલુકાના 28 ગામોમાં ટેન્કરના 52 ફેરા થઇ રહ્યા છે. રાજ્યના 95 ટકા ઘરોમાં ઘરઆંગણે નળજોડાણથી પાણી મળી રહ્યું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યાં ટેન્કરના સૌથી વધારે ફેરા થાય છે એ કચ્છ જિલ્લો નળજોડાણથી 100 ટકા આવરી લેવાયો હોવાનું સરકાર કહે છે.જલ જીવન મિશન ડેશબોર્ડની માહિતી મુજબ, છેલ્લાં 3 વર્ષમાં જલ જીવન મિશન હેઠળ રૂ. 7 હજાર કરોડનો ખર્ચ કરાયો છે. રાજ્યના 33માંથી 16 જિલ્લાઓના તમામ ઘરો ઘરઆંગણે નળજોડાણથી આવરી લેવામાં આવ્યાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 91.77 લાખ ઘરોમાંથી 87 લાખ ઘરો નળજોડાણથી આવરી લેવાયેલાં છે.

Related posts

ગુજરાતમાં વધુ એક તક્ષશિલા વાળી થતાં અટકી! ફોનિક્સ સ્કૂલમાં આગથી નાસભાગ મચી; 450 વિદ્યાર્થીઓનું કરાયું રેસક્યું

Mukhya Samachar

ગુજરાતમાં કોરોના સૌથી વધુ સ્પીડમાં ફેલાઈ રહ્યો છે

Mukhya Samachar

પાટીદારોના વિવિધ સંગઠનોની મળી મહા બેઠક! સમાજના 25 મુદ્દાઓ પર થયું મંથન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy