Mukhya Samachar
National

ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે

India supply BrahMos missiles
  • ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે
  • અંદાજે ૨૮ અબજ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો
  • આ કરારથી શસ્ત્ર-સામગ્રીની નિકાસને બળ મળશે
India to supply BrahMos missiles
India to supply BrahMos missiles to Philippines

મહાસતા બનવા તરફ પ્રયાણ કરતું ભારત, ભારત માટે શસ્ત્રોના વેચાણ માટે દરવાજા ખુલ્લી રહા છે. ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે. ભારત-ફિલિપાઈન્સ વચ્ચે ૩૭.૪ કરોડ ડોલર એટલે કે અંદાજે ૨૮ અબજ રૂપિયાનો કરાર થયો છે. ફિલિપાઈન્સ નેવીએ આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. બ્રહ્મોસ મિસાઈલ ખરીદનારો ફિલિપાઈન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારત પ્રથમ વખત આ મિસાઈલ વેચશે. બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ અને ફિલિપાઈન્સની નેવી વચ્ચે ૩૭.૪ કરોડ ડોલરનો સોદો થયો છે. અંદાજે ૨૮ અબજ રૃપિયાના આ સોદા અંતર્ગત ભારત ફિલિપાઈન્સની નેવીને એન્ટિ શીપ મિસાઈલ સિસ્ટમ આપશે.

બ્રહ્મોસની નિકાસ બાબતે આ સોદો ખૂબ જ મહત્વનો સાબિત થશે. ભારતીય સંરક્ષણ વિભાગ અને ફિલિપાઈન્સની આર્મીએ એક સત્તાવાર નિવેદનમાં આ બાબતની પુષ્ટી કરી હતી. બ્રહ્મોસ મિસાઈલ ભારત-રશિયાનું સંયુક્ત સાહસ છે. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ લડાકુ વિમાનો, યુદ્ધજહાજ અને સબમરીન એમ ત્રણેય રીતે લોંચ થઈ શકે છે. તેને જમીન પરથી કે યુદ્ધજહાજ-લડાકુ વિમાનના પ્લેટફોર્મ પરથી ફાયર કરી શકાય છે. ફિલિપાઈન્સને દક્ષિણ ચીની સમુદ્રની જળસીમાને લઈને ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ મિસાઈલોથી ફિલિપાઈન્સની નેવી વધુ મજબૂત થશે અને ચીનને પડકાર ફેંકવા સક્ષમ બનશે.

India supply BrahMos missiles
India to supply BrahMos missiles to Philippines

કૂટનીતિની રીતે પણ આ સોદો ખૂબ જ મહત્વનો સાબિત થશે. આ સોદાથી ભારતની અન્ય શસ્ત્ર-સામગ્રીની નિકાસને બળ મળશે. ખાસ તો આકાશ, એન્ટી ટેન્ક મિસાઈલો, સ્વદેશી રડાર સિસ્ટમ વગેરે ભારત મિત્ર દેશોને આપી શકશે. ઈન્ડો-પેસિફિક એન્ગેજમેન્ટ અંતર્ગત ભારત આ સ્વદેશી ડિફેન્સ ટેકનોલોજીની નિકાસ ઉપર ભાર આપશે. જે દેશો અમેરિકા-રશિયા-ફ્રાન્સ કે બ્રિટન પાસેથી ડિફેન્સ સામગ્રી કે હથિયારો ખરીદી શકે તેમ નથી. તેમને ભારત તેમના બજેટમાં હથિયારો આપવા સક્ષમ છે. આ સોદો એ રીતે ખૂબ જ મહત્વનો સાબિત થશે.

 

Related posts

શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા વાહનની ટ્રક સાથે ટક્કર, 3ના મોત, 14 ઘાયલ

Mukhya Samachar

મેક ઇન ઇન્ડિયા પહેલની મોટી સફળતા, ભારતીય વાયુસેનાને મળશે નવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ

Mukhya Samachar

26 જાન્યુઆરી પર થયો મહાકાલનો વિશેષ શૃંગાર, શિવલિંગ પર દેખાણું તિરંગાનું ભવ્ય સ્વરૂપ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy