Mukhya Samachar
Sports

અંડર-19 એશિયા કપમાં ભારત 237 રનમાં થયું ઓલઆઉટ

und19 cricket turnament
  • ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી
  • ઓલરાઉન્ડર રાજ્યવર્ધન હેંગરગેકરે વિસ્ફોટક બેટિંગ કરી
  • આરાધ્ય યાદવે યૂશ વનડે ક્રિકેટની અંદર પોતાની પહેલી ફિફ્ટી નોંધાવી

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ ઈન્ડિયન ટીમ ટોસ હારી પહેલા બેટિંગ કર્યું હતું. ભારત 49 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી અને બીજા જ બોલ પર રાજવર્ધને ઓપનર અબ્દુલ વાહિદને 0 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. 3 ઓવર સુધી PAKનો સ્કોર 11/1 રહ્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર જિશાન જમીરે 5 વિકેટ લઈ ઈન્ડિયન ટોપ ઓર્ડર બેટરને ઓછા સ્કોરમાં આઉટ કરી દીધા હતા. પરંતુ ત્યારપછી મિડલ ઓર્ડરમાં વિકેટ કીપર આરાધ્ય યાદવે 50 રન અને કુશાલ તામ્બે 32 રનની ઈનિંગ રમી હતી.

મેચ દરમિયાન ઈન્ડિયન ટીમ 200 રન પણ નહીં કરી શકે એવું લાગતું હતું ત્યારે 8 ડાઉન પર ઓલરાઉન્ડર રાજ્યવર્ધન હેંગરગેકરે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 20 બોલમાં જ 33 રન કર્યા અને જેના પરિણામે ભારતનો સ્કોર 237 રન સુધી પહોંચ્યો હતો. રાજ્યવર્ધનની બેટિંગ સ્ટાઈલ પણ કંઈક એવી જ હતી, જેવી અજય જાડેજાએ 1996 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમી હતી. જાડેજાએ વકાર યુનુસની એક ઓવરમાં 22 રન કરી ઈન્ડિયન ટીમનો સ્કોર 287 રનને પાર પહોંચાડ્યો હતો. 7માં નંબર પર બેટિંગ કરવા આવેલા આરાધ્ય યાદવે 81 બોલમાં યૂશ વનડે ક્રિકેટની અંદર પોતાની પહેલી ફિફ્ટી નોંધાવી છે. યાદવની આ ઈનિંગ કપરા સમયમાં સામે આવી હતી. તેણે 83 બોલામાં 50 રન કર્યા હતા. જોકે પાકિસ્તાની બોલર જિશાને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

પહેલી ઓવરમાં પાકિસ્તાની જુનિયર બોલર જિશાને અંગક્રિશ રઘુવંશીને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યારપછીની ઓવરમાં તેણે રશીદ ક્રીઝ 6 રનમાં અને કેપ્ટન યશ ધૂલને 0 રનમાં આઉટ કર્યો હતો. આ દરમિયાન તેની પાસે હેટ્રિક લેવાની તક પણ હતી પરંતુ તે આનો લાભ ઉઠાવી શક્યો નહીં. સિનિયર ટીમની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને T20 વર્લ્ડ કપમાં 10 વિકેટે હરાવ્યું હતું. આ કારમી હારનો વળતો પ્રહાર કરવાની તક અત્યારે ભારતની જુનિયર ટીમ પાસે છે. અત્યારસુધી જોવા જઈએ તો બંને જુનિયર ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.

Related posts

ન્યુઝીલેન્ડ માટે મોટા સમાચાર, આ દિગ્ગજ ખેલાડીની વર્લ્ડકપ ટીમમાં વાપસી, જેમીસન અને મિલનેને સ્થાન ન મળ્યું

Mukhya Samachar

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત

Mukhya Samachar

રોહિત-ધોની પણ નથી કરી શક્યા આ કમાલ, હાર્દિક T20માં આવું કરનાર પ્રથમ કેપ્ટન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy