Mukhya Samachar
Sports

મેડલ્સનો થયો વરસાદ! ભારતીય કુસ્તીબાજોએ તો જમાવટ કરી દીધી

indian-wrestlers-enters-into-final-of-commonwealth-games-in-wrestling
  • કોમનવેલ્થ 2022માં ભારતના રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે
  • સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો
  • કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, 7 સિલ્વર, 7 બ્રોન્ઝ કુલ 24 મેડલ જીત્યા છે

ઈંગ્લેન્ડના બર્મિઘમમાં કોમનવેલ્થ 2022 ગેમ રમાઈ રહી છે જેમાં ભારતની રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીમાં સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે સાક્ષીએ ગોલ્ડ મેડલ જીત્યો છે આમ એક દિવસમાં ભારતની જોળીમાં બે ગોલ્ડ આવ્યા છે.

indian-wrestlers-enters-into-final-of-commonwealth-games-in-wrestling

સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો છે. સાક્ષી મલિકે મહિલાઓની 62 કિગ્રાની ફાઇનલમાં કેનેડાની એના ગોડિનેઝ ગોન્ઝાલેઝને બાય ફોલ દ્વારા 4-4થી પરાજય આપ્યો છે. સાક્ષી મલિક એક સમયે 4-0થી પાછળ હતી પરંતુ એક જ દાવમાં તેણે કેનેડિયન ખેલાડીને પછાડી દીધી હતી.

સેમિફાઇનલમાં ભારે લીડથી સાક્ષી મલિક પણ પોતાની મેચ જીતવામાં સફળ રહી હતી. આ જીત સાથે સાક્ષી મલિકે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણીએ 62 કિગ્રા વર્ગની સેમી ફાઇનલમાં કેમરૂનની બર્થ એમિલીનને 10-0થી હરાવી હતી. આ રીતે ભારતીય કુસ્તીબાજોએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 4 મેડલ કન્ફર્મ કર્યા છે.

indian-wrestlers-enters-into-final-of-commonwealth-games-in-wrestling

નોંધનીય છે કે, કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, 7 સિલ્વર, 7 બ્રોન્ઝ કુલ 24 મેડલ જીત્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સૌથી ટોપ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 51 ગોલ્ડ, 42 સિલ્વર અને 39 બ્રોન્ઝ સહિત કુલ 132 મેડલ જીત્યા છે.

Related posts

RCBએ LSGને 14 રનથી હરાવ્યું: હવે RCB ક્વોલિફાયર2માં રાજસ્થાન સાથે ટકરાશે

Mukhya Samachar

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નવો રેકોર્ડ બનાવવાથી ફક્ત 6 રન દૂર

Mukhya Samachar

આફ્રિકા સિરિઝ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત: જાણો કોને મળ્યું સ્થાન તો કોને આરામ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy