Mukhya Samachar
Business

દુનિયાના ટોપ 10 અમીરોમાં ભારતીયએ કાઠું કાઢ્યું

gautam adani
  • દુનિયાના ટોપ 10 અમીરોમાં ભારતનો બિઝનેશમેન
  • અદાણીએ અંબાણીને પણ પાછળ છોડ્યા
  • ઝકરબર્ગ અને અંબાણી કરતા ગૌતમ અદાણીની સંપત્તિવધી
gautam adani
Indians make it to the top 10 richest people in the world

દુનિયાના અમીરોના લિસ્ટમાં આ વર્ષે એક ભારતીયનો પણ સમાવેશ થયો છે. અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી આ લિસ્ટમાં આવી ગયા છે. જ્યારે મુકેશ અંબાણી હવે 11માં નંબરના સૌથી પૈસાદાર બિઝનેસમેન થઈ ગયા છે. મુકેશ અંબાણી 6 જાન્યુઆરી 2021ના ટોપ 10 અમીરોની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યારપછી તેઓ 23 સપ્ટેમ્બર 2021માં આ લિસ્ટમાં ફરી આવી ગયા હતા. જોકે 16 ઓક્ટોબર 2021ના રોજ ફરી તેઓ આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. ફોર્બ્સની રિયલટાઈમ બિલેનિયર રિપોર્ટ પ્રમાણે આજે સવારે 11 વાગે ગૌતમ અદાણીની સંપત્તિ 90.4 અબજ ડોલર (6.78 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ હતી. ત્યારપછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ 89.2 અબજ ડોલર એટલે કે 6.69 લાખ કરોડ રૂપિયા છે. અત્યાર સુધી અદાણી 12માં અને અંબાણી 11માં નંબરે હતા. પરંતુ આજે શેર્સની કિંમતમાં વધઘટના કારણે બંને વચ્ચેનું રેન્કિંગ બદલાયુ છે.

gautam adani
Indians make it to the top 10 richest people in the world

આંકડાકિય માહિતી પ્રમાણે આજે અંબાણીની સંપત્તિ 2.14% એટલે કે 2 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અદાણીની સંપત્તિ 0.32 ટકા એટલે કે 28 કરોડ ડોલર ઘટી છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સના શેર્સમાં પણ આજે અડધા ટકાનો ઘટાડો આવ્યો છે. તેની માર્કેટ કેપ 15.81 લાખ કરોડ રૂપિયા છે. શેર્સની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે ફેસબુકના માર્ક ઝકરબર્ગ અત્યારે 12માં નંબરે પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ 84.8 અબજ ડોલર છે. તેમની સંપત્તિમાં આજે 29.7 અબજ ડોલર એટલે કે 2.22 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. તેઓ 37 વર્ષના છે.

gautam adani
Indians make it to the top 10 richest people in the world

અદાણી ગ્રુપની 6 કંપનીઓ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે. આ વર્ષે જાન્યુઆરીમાં આ દરેક કંપનીઓમાં 5 ટકાથી લઈને 45 ટકા સુધીનું રિર્ટન મળશે. ખાસ કરીને ગ્રુપની એનર્જી કંપનીઓના શેરમાં સૌથી વધારે વધારો થઈ રહ્યો છે. અદાણીની સાતમી કંપની આવતા સપ્તાહે જ લિસ્ટ થવાની છે. અદાણી વિલ્મરના લિસ્ટ થયા પછી ગૌતમની સંપત્તિમાં વધુ વધારો થયો છે. ત્યારે તેઓ અંબાણી કરતા વધારે આગળ નીકળી શકે છે.

Related posts

નવી ટેક્સ સિસ્ટમ હવે આકર્ષક બની છે, જાણો કોને કેટલો થશે ફાયદો

Mukhya Samachar

બજેટ પહેલા કરદાતાઓ માટે નાણામંત્રીની મોટી જાહેરાત! કહ્યું- બજેટમાં શું હશે ખાસ

Mukhya Samachar

હવે કરો બેંક શેરોમાં રોકાણ: જાણો ક્યા સ્ટોક છે સૌથી શ્રેષ્ઠ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy