Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં આવી ભારતની પ્રથમ સોલર રોપેક્સ ફેરી! જાણો તેની ખાસિયત

India's first solar ropex ferry in Gujarat! Know its features

હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસિસનો પુનઃપ્રારંભ આજે થવા જઇ રહ્યો છે. ભારતની સૌથી મોટી અને ભારતની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ કરાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડતી રોપેક્સ ફેરી સર્વિસ ટેકનો-ઇકોનોમિક કારણોસર થોડા સમય માટે બંધ થયા બાદ હવે આ સર્વિસ ફરીથી હજીરા ટર્મિનલ ખાતેથી શરૂ રહી છે. દરિયાઇ માર્ગે માત્ર 3 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ શરૂ કરાશે.
રિન્યૂએબર એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપતાં આ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરી ઇંધણના ઉપયોગમાં પણ નોંધપાત્ર બચત કરશે. આ સુવિધાની પુનઃશરૂઆત સાથે હવે પ્રવાસીઓ દિવસમાં બે વખત હજીરા—ઘોઘા અને ઘોઘા-હજીરા વચ્ચે પ્રવાસ કરવાનો વિકલ્પ પ્રાપ્ત કરશે.

India's first solar ropex ferry in Gujarat! Know its features

વોએજ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 વાગે અને હજીરાથી સાંજે 6.30 કલાકે રવાના થશે, જ્યારે કે વોએજ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગે અને ઘોઘાથી સાંજે 5 વાગે પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, વોએજ એક્સપ્રેસ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડથી સજ્જ ફેરી સર્વિસ 3 કેફેટેરિયા, ગેમ ઝોન અને દરિયાઇ સુંદરતાનો અનુભવ માટે ટોપ ડેક જેવી સુવિધાઓ ધરાવે છે. તેમાં 180 એક્ઝિક્યુટિવ, 115 બિઝનેસ, 80 સ્લીપર, 22 વીઆઇપી લાઉન્જ, 11 કોબીન, સાથે-સાથે 70 કાર, 50 બાઇક, 25 આઇશર અને 55 ટ્રકના પરિવહન જંગી ક્ષમતા છે.
બીજી તરફ વોએજ સિમ્ફની 316 એક્ઝિક્યુટિવ, 78 બિઝનેસ, 14 વીઆઇપી લાઉન્જ, 85 કાર, 50 બાઇક, 30 ટ્રકના પરિવહનની ક્ષમતા ધરાવે છે. જોકે, દરરોજ ચાર કરતા વધુ ટ્રીપ મારશે જેને લઈને લોકો સૌરાષ્ટ્ર સાથે સૌથી વધારે જોડાઈ શકશે. આ સાથે ઉદ્યોગોને પણ વેગ મળશે કંપની દ્વારા લોકોને મુસાફરીમાં સરળતા રહે તે પ્રકારના આયોજન પણ કર્યા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડતી રેક્સ ફેરી સર્વિસનો ફરી પ્રારંભ થશે. જેમાં એક સાથે બે શિપ શરૂ કરાશે. નવી શિપ વોયેજર એક્સપ્રેસ ભારતની પ્રથમ અને સૌથી મોટી સોલાર સંચાલિત શિપ છે. જે માત્ર 3 કલાકમાં જ ઘોઘા પહોંચાડશે. આ શિપમાં 100 કિલો વોટની સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે. સોલાર પેનલની ઉત્પાદિત થનાર વીજળીનો ઉપયોગ એસી, ગેમ ઝોન અને કાફેટેરિયામાં કરવામાં આવશે. સોલાર પેનલે કારણે એક ટ્રીપમાં 500 લીટર ડિઝલની બચત થશે. આ શિપમાં 600 પેસેન્જર, 180 કાર, 250 બાઈક, 350 ટ્રક એક સાથે વહન કરી શકશે. વોઈઝ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 વાગ્યે ઉપડશે અને હજીરાથી સાંજે 6.30 વાગ્યે ઉપડશે. જ્યારે વોઈસ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગ્યે ઉપડશે અને ઘોઘાથી સાંજે 5 વાગ્યે પરત ફરશે.

Related posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટ બેઠક મળશે: જાણો કયા મુદ્દા પર થશે ચર્ચા

Mukhya Samachar

ઘરની લક્ષ્મીનું ઘર: કોરોનાનાં 2 વર્ષમાં 4.14 લાખ મહિલાઓના નામે મકાન ખરીદાયા

Mukhya Samachar

ગુજરાત ATSએ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કર્યો: યુવતીઓ ડ્રગ્સ માટે કોઈપણ હદે જતી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy