Mukhya Samachar
NationalTech

ચીન પર ભારતની વધુ એક સાઇબર સ્ટ્રાઈક; ભારતે ચીનની આ વસ્તુ ફરી બેન કરી

India banned China app
  • ભારતે ફરી એકવાર ચીની એપ પર બેન માર્યું
  • 54 ચીની એપ ભારતે બેન કરી
  • યુઝર્સની પ્રાઇવસી માટે જોખમી હતી

ચીન પર ભારતે ફરી એકવાર મોટી સાઇબર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું કરે એવી 54 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એમાં બ્યૂટી કેમેરા અને સ્વીટ સેલ્ફી HD જેવી પોપ્યુલર એપ પણ સામેલ છે. બેન કરવામાં આવેલી એપ્સના લિસ્ટમાં સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર એન્ડ બાસ બૂસ્ટર, સેલ્ફફોર્સ એન્ટ માટે કેમ કાર્ડ, આઈસોલેન્ડ 2: એશેજ ઓફ ટાઈમ લાઈટ, વાઈવા વીડિયો એડિટર, ટેનસેન્ટ એક્સરિવર, ઓનમોજી ચેસ, ઓનમોજી એરિના, એપ લોક અને ડ્યુઅલ સ્પેસ લાઈટ સામેલ છે.

India banned Chinese app
India’s one more cyber strike on China; India banned this Chinese thing again

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે એ એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જે પહેલાં પણ પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સના ક્લોનમાં હતી, એટલે કે આ એપ્સનું નામ બદલીને એને ફરી ભારતમાં રિલોન્ચ કરવામાં આવી છે. એમાંથી મોટા ભાગની એપ્સ આમ તો શંકાસ્પદ સોફ્ટવેર પર કામ કરે છે અથવા એ યુઝર્સની જાણકારી વગર તેમનો ડેટા સીધા ચીન મોકલી રહ્યા છે. આ પ્રમાણેની એપ્સ પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર પહેલાં પણ ધણી એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરી ચૂકી છે.

India banned China app
India’s one more cyber strike on China; India banned this Chinese thing again

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite સહિત 54 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે Garena Free Fire પણ છેલ્લા બે દિવસથી Google Play Store અને Apple App Store પરથી ગાયબ છે. એનાથી અંદાજ મેળવી શકાય છે કે આ પણ પ્રતિબંધ મૂકવામાં આવેલી એપ્સની લિસ્ટમાં હોવાના કારણે ેને રિમૂવ કરવામાં આવી છે. જોકે આ વિશે હજી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ વિશે ના તો ગરીના ઈન્ટરનેશનલ તરફથી કે ના એપલ અથવા ગૂગલ તરફથી કોઈ માહિતી આપવામાં આવી છે.

Related posts

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદનો વિરોધ, બસ પર પથ્થરમારો; દેખાવકારોની અટકાયત કરી

Mukhya Samachar

પંજાબના સીએમ ભગવંત માને ડૉ. ગુરપ્રીત સાથે કર્યા બીજા લગ્ન: કેજરીવાલ રહયા હાજર

Mukhya Samachar

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કવિતાની મુશ્કેલી વધી, EDએ જારી કરી નવી નોટિસ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy