Mukhya Samachar
Sports

સાઉથ આફ્રિકા સામે ભારતની ટીમનો પન્નો ટૂંકો પડ્યો

India South Africa match
  • સાઉથ આફ્રિકા સામે વન ડે સિરિઝમાં પણ ભારતની 3-0થી હાર
  • ટીમના ખરાબ દેખાવથી ક્રિકેટ ચાહકોમાં રોષ
  • હાર્દિક પંડયા તેમજ રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ખોટ સાલી
india luse match
India’s page against South Africa fell short

સાઉથ આફ્રિકા સામે વન ડે સિરિઝમાં પણ ભારતની 3-0થી કારમી હાર થઈ છે. નબળી સાઉથ આફ્રિકન ટીમ સામે પણ ભારતીય ટીમના ખરાબ દેખાવથી ક્રિકેટ ચાહકોમાં રોષ છે. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે હવે સ્વીકાર્યું છે કે, ટીમની બેટિંગનું બેલેન્સ બરાબર નથી. કેટલાક ઓલરાઉન્ડર ખેલાડીઓ બહાર છે. દ્વવિડનું માનવું છે કે નંબર 6 અને સાત પર હાર્દિક પંડયા તેમજ રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ખોટ સાલી રહી છે .તેઓ પાછા ફરશે તો ટીમની બેટિંગ મજબૂત બનશે.

india africa match
India’s page against South Africa fell short

દ્રવિડે કહ્યું હતું કે, અમે વચ્ચેની ઓવરોમાં સારી બેટિંગ કરી શક્યા હોત. બે મેચમાં 30 ઓવર પછી અમે ટાર્ગેટ એટિવ કરવાની સ્થિતિમાં હતા પણ અમે ખરાબ શોટ રમ્યા હતા. નિર્ણાયક સ્થિતિમાં અમે સારુ પ્રદર્શન નહોતા કરી શક્યા. શ્રેયસ ઐયર અને પંત માટે તેમણે કહ્યું હતું કે, અમે કેટલાક બેટસમેનોને મિડલ ઓર્ડરમાં ઘણી તકો આપી રહ્યા છે. જેથી તેઓ ટીમમાં પોતાના સ્થાન અંગે સુરક્ષિત મહેસૂસ કરે પણ તેની સાથે સાથે સારા તેમની પાસે સારા દેખાવની પણ અપેક્ષા છે. દ્રવિડનું કહેવું હતું કે , સાઉથ આફ્રિકાનો પ્રવાસ આંખ ઉઘાડનારો છે અને 2023ના વિશ્વ કપ પહેલા જેટલી વધારે વન ડે રમીશું તેટલી જ ટીમ કોમ્બિનેશન અંગેની તસવીર સાફ થશે.

india africa match
India’s page against South Africa fell short

 

 

Related posts

GT સામે આટલા રનથી હાર્યું RCB પ્લેઓફમાંથી બહાર, રાજસ્થાનને મળશે તક

Mukhya Samachar

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમની બીજી હાર, શેફાલીની અડધી સદી વ્યર્થ

Mukhya Samachar

T20ની કમાન હાર્દિક સંભાળશે, સૂર્યા રહેશે વાઇસ-કેપ્ટન; રોહિત પાસે ODIની જવાબદારી છે; ધવન-પંતનું પતુ સાફ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy