Mukhya Samachar
Gujarat

ડાયમન્ડ સીટી સુરતમાં બનશે ભારતનું સુધી ઉંચુ મહાનગરપાલિકાનું ભવન, જાણો તેની વિશેષતાઓ

India's tallest municipal building will be built in Diamond City Surat, know its features

ગુજરાતમાં આવેલુ સુરત શહેર એક આર્થિક પાટનગર તરીકે ઓળખાય છે. સુરત મહાનગરપાલિકા ગુજરાતની અંદર સૌથી મોટી મહાનગરપાલિકા તરીકે ઓળખાય છે, ત્યારે સુરતમાં મહાનગરપાલિકાનું નવું વહીવટી ભવન બનવા જઈ રહ્યું છે. આખરે તે સમય આવી ગયો છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનનું ખાતમુહૂર્ત થશે. ગુજરાત નહીં પણ ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું G±27 માળનું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં નિર્માણ પામશે. જે સુરત માટે ગૌરવની વાત છે. આ ઈમારત સૌથી ઊંચી સરકારી ઈમારત બનવાનું પણ બહુમાન મેળવશે.

શું હશે ભવનની વિશેષતા ?

સુરત મહાનગર પાલિકા આ ઈમારતમાં G±27 એટલે કે ભોંયતળિયું તેમજ 27-27 માળના 105.3 મીટર ઉંચાઈ ધરાવતા બે ગગનચુંબી ટાવર બનશે. જ્યારે આ બિલ્ડીંગની ખાસિયતની વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગને ભોંયતળિયે ચાર માળનું પાર્કિંગ બનાવશે. આ ટ્વિન ટાવરો ભૂકંપપ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. સમગ્ર બિલ્ડિંગનું બાંધકામ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ આધારિત રહેશે. ત્રણથી સવા ત્રણ મીટરના માળ પ્રમાણે ઉંચાઈ રહેશે. 2.20 લાખ ચો.મી.નો બિલ્ટઅપ એરિયા, દેશના સૌપ્રથમ 105.3 મીટર ઊંચા 27 માળના અદ્યતન બે આઈકોનિક ઓફિસ બિલ્ડિંગ બનતા લોકસુવિધા વધશે.

India's tallest municipal building will be built in Diamond City Surat, know its features

નાગરિકોની સુવિધાઓનું રખાયુ ધ્યાન

રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકાની ઓફિસો એક જ સ્થળે કાર્યરત થશે. એક ટાવરમાં મનપા અને બીજા ટાવરમાં રાજ્ય-કેન્દ્ર સરકારની કચેરીઓને સ્થાન આપવામાં આવશે. જેનાથી નાગરિકો-અરજદારોની સુગમતા વધશે. આમ, નવા વહીવટીભવનના રૂપે દેશની સૌથી ઊંચી સરકારી ઈમારત સુરતમાં બનશે. આ બિલ્ડિંગ શહેરની મધ્યમાં અને નિર્માણાધિન મેટ્રો રેલવે જંકશનની બાજુમાં જ બનશે. કામ અર્થે આવતા નાગરિકો, કર્મચારીઓને મેટ્રોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ પણ મળશે.

28 માળના બે ટ્વિન ટાવર બનાવવાનો નિર્ણય

સુરત પાલિકાની ટીમે નવા વહીવટી ભવનના નિર્માણના મેગા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂ કર્યું, ત્યારે વડાપ્રધાને માત્ર સુરત મનપા જ નહીં, પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઘણી કચેરીઓનો સમાવેશ કરવાનું રચનાત્મક સૂચન કર્યું હતું, આમ તો સુરત સાથે વડાપ્રધાનનો સીધો નાતો રહ્યો છે. વડાપ્રધાનની ભાવના મુજબ પાલિકાએ 28 માળના બે ટ્વિન ટાવર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને મેગા પ્રોજેક્ટમાં ફેરફાર કરતા ભારત સરકાર, રાજ્ય સરકારની કચેરીઓને એક જગ્યાએ સમાવી શકાય એવો ગ્રીન બિલ્ડિંગનો પ્રોજેક્ટ બનાવ્યો છે.

ફક્ત રાજ્ય જ નહીં પણ દેશની આઈકોનિક બિલ્ડીંગમાં આ પ્રોજેકટ ગણના પામે તે રીતે આ વહીવટી ભવન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સુરતના ખજાનામાં વધુ એક ખજાનાનો ઉમેરો થશે, આ બિલ્ડિંગ સિવિક સેન્ટર, નાગરિકો માટે સિટિંગ એરિયા, મીટિંગ હોલ્સ, મલ્ટીપર્પઝ હોલ, લાઈબ્રેરી, એક્ટિવિટી રૂમની સુવિધા ધરાવતી આ બિલ્ડિંગો ઈન્ટીગ્રૅટેડ, મલ્ટી ડિસીપ્લીનરી અને સ્માર્ટ, ગ્રીન ટેકનોલોજીથી સુસજ્જ હશે.

Related posts

અતિભારે વરસાદને પગલે આ 2.42 લાખ હેક્ટર પાકનું થયું ધોવાણ! ટૂંક સમયમાં સહાયની થશે જાહેરાત

mukhyasamachar

રાજકોટની પ્રખ્યાત હોટલ પટેલ વિહારના માલિકે ગળાફાસો ખાઈ જીવન ટુંકાવ્યું!

Mukhya Samachar

‘જો ગાય લુપ્ત થશે તો પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં આવશે’- ગુજરાત કોર્ટની ટિપ્પણી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy