Mukhya Samachar
National

પંજાબ પોલીસે ભાજપ નેતાની ધરપકડ કરી: ત્રણ રાજ્યોની પોલીસ થઈ દોડતી

Punjab police arrest BJP leader: Police in three states
  • પંજાબ પોલીસ દ્વારા ભાજપ નેતાની ધરપકડ કરી મોહાલી લઈ જતાં હતા
  • હરિયાણા પોલીસે પંજાબ પોલીસને રોકી રાખી હતી
  • જો કે, હવે હરિયાણા પોલીસે બગ્ગાને સોંપી દીધા છે.

Punjab police arrest BJP leader: Police in three states
ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાને હરિયાણા પોલીસ દ્વારા હવે દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે ભાજપ નેતાને હરિયાણાના થાનેસરથી દિલ્હી માટે રવાના થઈ ગયા છે. બગ્ગાને પંજાબ પોલીસે શુક્રવારે તેમના દિલ્હી સ્થિત આવેલા ઘરેથી પકડી પાડ્યા હતા. પંજાબ પોલીસ બગ્ગાને મોહાલી લઈને જઈ રહી હતી. જ્યાં તેમને કોર્ટમાં રજૂ કરવાના હતા. પણ હરિયાણા પોલીસે તેમને થાનેસરમાં જ રોકી રાખ્યા હતા. દિલ્હી પોલીસે કેસ નોંધ્યા બાદ હરિયાણા પોલીસે બગ્ગાને લઈ જઈ રહેલી ટીમને રોકવાની ભલામણ કરી હતી. ત્યાર બાદ હરિયાણાની ક્રાઈમ બ્રાંચે બગ્ગાને લઈ જતાં કુરૂક્ષેત્રમાં રોક્યા હતા. પંજાબ પોલીસ સાથે પૂછપરછ પણ કરી. આ બાજૂ બગ્ગાને પાછા રાજધાની દિલ્હી લાવવા માટે દિલ્હી પોલીસ પણ કુરુક્ષેત્રમાં પહોંચી ગઈ હતી. આ તમામની વચ્ચે હરિયાણાના ગૃહમંત્રીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, બગ્ગાને દિલ્હી પોલીસને સોંપવામાં આવશે અને એવું જ થયું. આ બાજૂ પંજાબ પોલીસે હરિયાણાના DGPને પત્ર લખ્યો હતો, આ પત્રની સાથે બગ્ગા વિરુદ્ધ નોંધાયેલી FIRની કોપી પણ મોકલી હતી.

પંજાબ પોલીસે પોતાના પત્રમાં કહ્યું કે, આ અપહરણનો કેસ નથી, હરિયાણાની પોલીસે પંજાબ ટીમને કારણવગર રોકી રાખી છે. પંજાબ પોલીસ દ્વારા ભાજપ નેતાની ધરપકડ બાદ ભાજપે આમ આદમી પાર્ટી, સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબ પોલીસ પર આકરાં પાણીએ છે. પાર્ટીના કેટલાય કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ તમામની વચ્ચે તેજિંદર પાલ સિંહ બગ્ગાના પિતાએ પંજાબ પોલીસ વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટી તેને કાયદાકીય કાર્યવાહી ગણાવી રહી છે. તો વળી ભાજપ તેને પોતાના નેતાઓનું અપહરણ ગણાવી રહી છે. એટલું જ નહીં બગ્ગાના પિતાએ પંજાબ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, તેમની સાથે મારપીટ પણ કરવામા આવી હતી. હકીકતમાં આરોપ એવો છે કે, બગ્ગાની ધરપકડ પંજાબ પોલીસ દ્વારા એટલા માટે કરવામા આવી હતી કે, તેમણે સીએમ કેજરીવાલ વિરુદ્ધ ટ્વિટ કરીને તેમની વિરુદ્ધ ટિકા કરી હતી. તેમના પર ભડકાઉ ભાષણ આપવા અને દુશ્મનાવટને વધારવા તથા ગુનાહિત ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં તેમની વિરુદ્ધ ગત મહિને કેસ નોંધાયો હતો.

Related posts

એક દાયકામાં પ્રથમ વખત બ્રિટિશ-ભારતીય નેવી સંયુક્ત કવાયત, પોર્ટ બ્લેર પહોંચી એચએમએસ તામર

Mukhya Samachar

ટેરર ફંડિંગ પર પ્રતિબંધ દરેકની પ્રાથમિકતામાં હોવી જોઈએ – NSA ડોવાલે કહ્યું

Mukhya Samachar

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ! આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy