Mukhya Samachar
Business

મોંઘવારી: કંપનીઓએ પ્રોડક્ટના ભાવ વધારવાને બદલે વજન ઘટાડયું

Inflation: Companies lose weight instead of raising product prices
  • કંપનીઓએ ભાવમાં વૃદ્ધિને બદલે વજનમાં ઘટાડો કર્યો
  • એફએમસીજી કંપનીઓનો નવો ટ્રેન્ડ
  • રિટેલ મોંઘવારી ગત મહિને આઠ વર્ષની ટોચે 7.9 ટકા નોંધાઈ

Inflation: Companies lose weight instead of raising product prices

રિટેલ મોંઘવારી ગત મહિને આઠ વર્ષની ટોચે 7.9 ટકા નોંધાઈ છે. પરંતુ ગ્રાહકોના શોપિંગ બાસ્કેટમાં સાબુ, કુકીઝ, અને નમકીનની એમઆરપીમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે, એફએમસીજી કંપનીઓએ ઉત્પાદન ખર્ચનો બોજો પોતાના ખભે લીધો હોય, અને ગ્રાહકોને રાહત આપી હોય. પરંતુ એફએમસીજી કંપનીઓએ ભાવમાં વધારો કરવાને બદલે પેકેટ્સના વજનમાં ઘટાડો કર્યો છે.એમઆરપીમાં કોઈ વધારો ન થતાં ઓછી આવક વર્ગના ગ્રાહકો પર મોંઘવારીનો બોજો પડ્યો નથી. પરંતુ વપરાશ પર નજીવી અસર કરી છે. આ રણનીતિ સંકોચન (શ્રીન્ક્ફ્લેશન) તરીકે ઓળખાય છે. હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, અને ડાબર ઈન્ડિયા સહિત મોટાભાગની એફએમસીજી કંપનીઓ આ રણનીતિ અપનાવી રહી છે.

Inflation: Companies lose weight instead of raising product prices

જેના મારફત ખાદ્ય તેલ, અનાજ અને ઈંધણના ભાવોમાં વૃ઼દ્ધિના નુકસાનની ભરપાઈ કરી રહી છે. આ ટ્રેન્ડ માત્ર ભારતમાં જ નહીં, અમેરિકાની ઘણી કંપનીઓમાં જોવા મ‌ળ્યો છે.વિમ બાર રૂ. 10નો છે. પરંતુ તેનુ વજન 155 ગ્રામથી ઘટાડી 135 ગ્રામ થયુ છે. રૂ. 10માં મળતા હલ્દીરામના સીંગભુજિયા 55 ગ્રામના બદલે 45 ગ્રામ થયા છે. HUL લાઈફબોય સાબુના 10 અને 35 રૂપિયાના પેક વચ્ચે એક નવુ પેક લોન્ચ કર્યું છે.હિન્દુસ્તાન યુનિલીવરના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર રિતેશ તિવારીએ જણાવ્યુ હતુ કે, અમુક ખાસ કિંમતોના પેકેટના વજનમાં ઘટાડો એક માત્ર રસ્તો છે. બ્રિટાનિયાએ 2021-22માં પેકેટ્સના વજનમાં ઘટાડો કરીને ઉત્પાદન ખર્ચના 65%ની ભરપાઈ કરી છે. કંપનીના એમડી વરુણ બેરીએ મુજબ હવે વજનમાં વધુ ઘટાડો કરી શકીશું નહીં.

Related posts

આ લોકો 31 ઓક્ટોબર સુધી પોતાનો Income Tax Return ભરી શકશે

Mukhya Samachar

સરકારે આ બેંકને માગ્યા વિના આપ્યા 8800 કરોડ, સંસદમાં રજૂ કરાયેલ રિપોર્ટમાં થયો ખુલાસો

Mukhya Samachar

ITR ફાઈલ કરનારાઓ માટે મોટા સમાચાર, જો આ કામ નહીં થાય તો ટેક્સ રિટર્નમાં થશે મુશ્કેલી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy